કોરોના કાળમાં લોકો કોરન્ટાઈનનું બોર્ડ લગાવેલું હોય તે ઘરની પાસેથી નીકળવામાં પણ ફ્ફ્ડી રહ્યા છે ત્યારે રામનાથપરા સ્મશાનમાં છેલ્લા 15 વર્ષથી મૃતદેહોની અંતિમવિધિ કરતુ દંપતિ કહે છે કે અમને હવે ન મોતનો ડર છે કે ન તો કોરોનાનો !

દંપતિ દિનેશ રાઠોડ 24 કલાક જયારે પત્ની મંગુબેન સાંજે 6 વાગ્યા સુધી ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં કોરોના ગ્રસ્તોની અંતિમવિધિ કરે છે. બન્ને જણાવે છે કે કોરોના શરુ થયો ત્યારે થોડો ડર લાગતો હતો પરંતુ હવે કોઈ જ ડર લાગતો નથી. કારણકે જો ડર રાખીએ તો ઘરગુજરાન ચાલી શકે તેમ નથી. દીકરી – જમાઈ અને પૌત્ર સાથે પત્નીના માતા- પિતા પણ સાથે જ રહે છે.

કોરોનાના ડરે કેટલાક સ્વજનના અસ્થિ પણ લઇ જતા નથી

મંજુબેન રાઠોડ જણાવે છે કે કોરોનાની બીકે કેટલાક લોકો સ્વજનના અસ્થિ પણ લઇ જતા નથી. જોકે હકીકતમાં ઇલેક્ટ્રિક સ્મશાનમાં મૃતદેહની અંતિમવિધિ બાદ કોરોનાનો કોઈ ચેપ લાગતો નથી. આ પ્રકારના કિસ્સામાં અમે અસ્થિ પધરાવવા માટેની વિધિ કરાવીએ છીએ.

રૃ.5 લાખનું વ્યાજ ચડી ગયું છે, આર્થિક સંકળામણમાં છીએ

દિનેશભાઈ રાઠોડ જણાવે છે કે, કોરોના ગ્રસ્તોની અંતિમવિધિ કરીએ છીએ અને તેમાં રૃ.19000ના માસિક વેતનમાં સાત વ્યક્તિનું ગુજરાન ચાલી શકે તેમ નથી. અત્યારસુધીમાં  રૂપિયા 5 લાખ વ્યાજે લીધા છે. ભારે આર્થિક સંકળામણ ભોગવીએ છીએ.

60 વર્ષથી વધુ વયના ધીરુભાઈ નીડરપણે કોરોના ગ્રસ્તોની અંતિમવિધિ કરે છે.

રામનાથપરાસ્મશાનમાં 65 વર્ષના ધીરુભાઈ રાઠોડ જણાવે છે કે 6 વર્ષથી ઇલેક્ટ્રિક સ્મશાનમાં ફરજ બજાવું છું. કોરોના શરુ થયો ત્યારે પરિવારે સ્મશાનમાં કામ કરવાની ના પાડી પરંતુ ઘરગુજરાન ચલાવવા માટે જરૃરી હોવાથી અને સેવા કરવાનો આનંદ મળે તે માટે કામ કરું છું. સવારે 8 થી સાંજે 8 ફરજ બજાવું છું. જેનું માસિક વેતન રૂપિયા 10000 મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here