ચીનનો રંગબદલુ સ્વભાવ જોઈને ભારતે સાવધાની રાખવાની શરૂઆત કરી દીધી છે. પશ્ચિમે લદ્દાખ સરહદે જંગી લશ્કરી તૈનાતી પછી હવે ભુતાન સરહદે સતર્કતા વધારાઈ છે. ભારત-ભુતાન સરહદે 12 હજાર કરતા વધુ ફીટની ઊંચાઈએ નવી 22 બોર્ડર આઉટ પોસ્ટ (ચોકી) ઉભી કરી દેવામાં આવી છે. ભારત-ચીન વચ્ચે 2017માં મોટો સંઘર્ષ ભુતાનના દોકલામ વિસ્તાર મામલે જ થયો હતો.

આ ચોકી સશસ્ત્ર સીમા બળ (એસએસબી)ના જવાનો માટે બનાવાઈ છે. એસએસબી માટે ભારત-ભુતાન સરહદે કુલ 734 ચોકીઓ બનાવાની હતી, જેમાંથી 722 બની ચૂકી છે. હવે માત્ર 22 જ બાકી છે. આ નવી 22 પોસ્ટ બહુ ટુંકા સમયમાં બનાવાઈ છે. તેના દ્વારા ભારત-ચીન-ભુતાન સરહદના ત્રિભેટા પર વધારે સતર્કતાથી ધ્યાન રાખી શકાશે.

એસએસબીએ ભારતીય સૈન્ય કે સંરક્ષણ મંત્રાલયનો નહીં પણ ગૃહ મંત્રાલયનો ભાગ છે. આ ફોજનું કામ નેપાળ-ભુતાન સરહદેે ચોકી પહેરો ભરવાનું છે.એસએસબીના અધિકારીએ જણાવ્યું હતું કે ભારત-ભુતાન-ચીનનો ત્રિભેટો 2017માં મહિનાઓ લાંબા ચાલેલા દોકલામ વિવાદનું કારણ બન્યો હતો. હવે એવુ ન થાય એ માટે અમે એક પણ સેકન્ડ સરહદેથી નજર હટાવવા માંગતા નથી.

ભારત સામે ચીન-પાકે. એક થવું જરૂરી : પાકિસ્તાની એર ચીફ માર્શલ

પાકિસ્તાની એર ચીફ માર્શલ મુજાહીદ અનવર ખાને આજે કહ્યુ હતું કે જો પાકિસ્તાન-ચીન સાથે મળીને કામ નહીં કરે તો ભારતને નહીં પહોંચી વળાય. પાકિસ્તાન અને ચીને સંયુક્ત રીતે એર ફોર્સની કવાયત યોજી હતી. એ કવાયતની પૂર્ણાહુતી વખતે અનવર ખાને  આ વાત કરી હતી. એ વખતે ત્યાં પાકિસ્તાન સ્થિત ચીની એમ્બેસેડર પણ હાજર હતા. ભારત  પર દબાણ  કરવા માટે ચીન-પાકિસ્તાન કેટલાક વર્ષોથી આ પ્રકારની સંયુક્ત લશ્કરી કવાયત યોજે છે. પાકિસ્તાનને ચીન દ્વારા જંગી લશ્કરી સહાય અને ફંડ પણ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here