ચીન સરકારે એન્ટિ-મોનોપોલી કાયદા હેઠળ અલિબાબા કંપની સામે તપાસ શરૂ કરી છે. અલિબાબા એ ચીની કંપની ટેન્સન્ટ હોલ્ડિંગનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. તેનું કામ ઓનલાઈન વેચાણ કરવાનું છે અને જેક મા તેમના માલિક છે. વેચાણ જથ્થાની દૃષ્ટિએ અલિબાબા જગતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની છે.

અલીબાબા

ચીન સરકાર હવે તેનાથી ડરી ગઈ છે, માટે તપાસના નામે રોડાં નાખવાની શરૂઆત કરી દીધી છે. એક તરફ ચીનમાં આર્થિક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. એવા સમયે આ કંપની દિવસ-રાત મોટી થતી જાય છે. એટલું જ નહીં હવે બેન્કિંગ સેક્ટરમાં પ્રવેશી રહી છે. કોઈ પ્રાઈવેટ કંપનીનો આવડો મોટો પ્રભાવ હોય એ ચીની સરકારને પસંદ નથી.

એટલે ચીને જૂની વિગતો આગળ ધરીને કંપની સામે મોનોપોલી ધારા હેઠળ તપાસ આદરી છે. નિષ્ણાતોના મતે આ તપાસ ચીનની સત્તાધારી પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના આદેશથી થઈ રહી છે. સરકારી બયાનમાં કહેવાયુ છે કે જે રીતે કંપની વિકસી રહી છે, એમ જ વિકસતી રહેશે તો ભવિષ્યમાં તંદુરસ્ત હરિફાઈ ખતમ થશે.

અમેરિકા અને યુરોપના દેશો ગૂગલ-ફેસબૂક-એમેઝોન-એપલની અસાધારણ મોનોપોલીથી ત્રાસી રહ્યા છે. માટે ત્યાં હવે ટેક જાયન્ટ કંપનીઓ વિરૂદ્ધ તપાસ આરંભાઈ છે. ચીને મોડું થાય એ પહેલા અત્યારથી જ તપાસ શરૂ કરી આ કંપનીને કાબુમાં રાખવાની શરૂઆત કરી છે.

ચીનમાં સામ્યવાદી શાસન છે. ત્યાં વાણી સ્વાતંત્ર્ય જેવુ કશું નથી. તેની સામે જેક મા ઘણી વખત સરકારને ન માફક આવે એવા વિધાનો કરી ચૂક્યા છે. વળી અલિબાબા વિરૂદ્ધ કેટલીક ફરિયાદો પણ સરકારને મળી છે, માટે હવે તપાસ શરૂ કરી દેવાઈ છે. આ નિર્ણય પછી કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here