TikTok, PUBG અને અન્ય ચાઇનીઝ એપ્સના કરોડો ચાહકોને ત્યારે જોરદાર ઝટકો લાગ્યો હતો જ્યારે ભારત સરકારે આ એપ્સ અને ગેમ્સ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો હતો. જો કે આ ચાહકોએ સરકારના નિર્દેશોની પરવાહ કર્યા વિના જ છટકબારીઓ શોધવાનું શરૂ કર્યુ અને આ ગેમ્સને સ્ટ્રીમ કરીને અથવા તો TikTok યુઝ કરવાનું શરૂ કરી દીધું.

2 સપ્ટેમ્બરે ભારત સરકારે IT એક્ટના સેક્શન 69A અંતર્ગત તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો અને કહ્યું કે અનેક ચાઇનીઝ એપ્સની જેમ જ આ ગેમ ભારતની સુરક્ષા અને અખંડતાને નુકસાન પહોંચાડી શકતી હતી. સરકારે હવે આ જુગાડથી ગેમ રમનારાઓ પર કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે.

ચાઇનીઝ

હજુ પણ ચાલુ છે ગેમ

ભારતમાં PUBG મોબાઇલ અને PUBG મોબાઇલ લાઇચને બેન કરવામાં આવ્યા છતાં એવા ઢગલાબંધ ગેમર્સ છે, જે તેનુ કોરિયન અને ગ્લોબલ વર્ઝન ડાઉનલોડ કરી રહ્યાં છે તથા ઑનલાઇન સ્ટ્રીમિંગમાં ગેમ રમી રહ્યાં છે.

તેના માટે ગેમર્સ વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં છે. તે સર્વિસ IP એડ્રેસ અને લોકેશન છુપાવી દે છે. જો કે ઢગલાબંધ સ્ટ્રીમર્સ ટૂર્નામેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ અને ઇ-સ્પોર્ટસ ઓર્ગેનાઇઝેશન્સ પર ઑનલાઇન આ પ્રતિબંધિત ગેમ રમવાના કારણે કાર્યવાહી થઇ શકે છે.

કોરિયન વર્ઝન બેન પર સવાલ

એક બ્લોગરે ઑનલાઇન PUBG મોબાઇલ સ્ટ્રીમ કરી રહેલા ક્રિએટર્સને કહ્યું હતું કે તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. બદલામાં ક્રિએટર્સે કહ્યું કે સરકાર તરફથી તેમ નથી કહેવામાં આવ્યું કે PUBG મોબાઇલ ગેમનું કોરિયન વર્ઝન પણ બેન છે. ગેમર્સ બચાવમાં કહી રહ્યાં છે કે સરકારે ભારતમાં ફક્ત PUBG મોબાઇલ નોર્ડિક મેપ: લિવિક અને PUBG મોબાઇલ લાઇટ પર બેન લગાવ્યો છે.

આ રીતે કરી રહ્યાં છે કાયદાનું ઉલ્લંઘન

મોટાભાગના ગેમર્સ અને સ્ટ્રીમર્સ તે વાત નથી જાણતા કે PUBG મોબાઇલનું કોરિયન વર્ઝન ક્રોસ પ્લે ફંક્શનની મદદથી ચાલે છે. તેનો અર્થ એ છે કે ગેમ PUBG મોબાઇલ ગ્લોબલ સર્વરનો ઉપયોગ કરે છે અને આ સર્વરને ભારત સરકાર તરફથી ગેમ પર બેન સાથે જ બ્લોક કરવામાં આવ્યુ છે. બેન છતાં VPNનો ઉપયોગ કરતા જો કોઇ આ ગેમ રમી રહ્યુ છે તો તે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેના પર કાર્યવાહી કરી શકાય છે.

મંત્રાલયે આપ્યો આ જવાબ

લૉ સ્ટુડન્ટ પ્રસૂન શેખરે RTI ફાઇલ કરતાં પૂછ્યુ કે જો કોઇ ચાઇનીઝ એપ્સ પર લાગેલા પ્રતિબંધનું ઉલ્લંઘન કરે તો શું કાયદો છે? ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે તેના જવાબમાં કહ્યું કે, IT એક્ટ, 2000ના સેક્શન 69A અને IT રૂલ્સ, 2009 અંતર્ગત બ્લોક કરવામાં આવેલી એપ્સનો ઉપયોગ કરતી વચ્ચેની સંસ્થાઓ (અને લોકો) પર દંડ ફટકારવામાં આવી શકે છે. સાથે જ આવી એપ્સના ઇંડિવિઝુઅલ યુઝર્સ માટે કોઇ સજાની જોગવાઇ નથી.

ચાઇનીઝ

ભરવો પડી શકે છે દંડ

મંત્રાલયના જવાબનો સીધો અર્થ એ છે કે જે યુઝર્સ આ એપ્સનો ઉપયોગ છુપાઇને કરી રહ્યાં છે અને બેનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે, તેમના માટે કોઇ સજાની જોગવાઇ નથી પરંતુ તેઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.

સાથે જ આવા લોકો અને ગ્રુપ્સ જે પ્રતિબંધ છતાં પણ ગેમને લગતુ કંટેટ લઇને આવી રહ્યાં છે અને અન્યોને પણ ગેમ ડાઉનલોડ કરવા અને બેન છતાં રમવા માટે પ્રેરિત કરી રહ્યાં છે, તેમને મસમોટો દંડ ફટકારી શકાય છે.

સરકાર તરફથી બેન કર્યા બાદથી જ PUBG મોબાઇલ ગેમ વાપસીનો પ્રયાસ કરી રહી છે. હકીકતમાં PUBG કોર્પોરેશન સાઉથ કોરિયાની કંપની છે અને તેની મોબાઇલ ગેમનું ડિસ્ટ્રીબ્યૂશન ભારતમાં ચીનની કંપની ટેન્સેંટ કરી રહી હતી. PUBG કોર્પોરેશને ચીની કંપની સાથે પાર્ટનરશિપ તોડી નાંખી છે. તાજેતરમાં જ PUBG મોબાઇલ ઇન્ડિયા ગેમના પોસ્ટર સામે આવ્યા હતાં પરંતુ સરકાર તરફથી પરવાનગી ન મળવાના કારણે ગેમની લૉન્ચિંગ ટાળી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here