દેશમાં 25. ડિસેમ્બરના દિવસે પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી બાજપાઈની જન્મ જયંતીની સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં તાલુકા મથકે એપીએમસીમાં સરકાર દ્વારા આજે સુશાસન કાર્યક્રમ અંતર્ગત ખેડૂતલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાટડી તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. જેમાં તંત્ર દ્વારા આવનાર દરેક વ્યક્તિને માસ્ક વિતરણ, સેનીટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સરકાર દ્વારા યોજાયેલા કાર્યક્રમનો કોંગ્રેસનો વિરોધ

સરકાર દ્વારા યોજાયેલા સુશાસન કાર્યક્રમનો કોંગ્રેસનો વિરોધ

નોંધનીય છે કે તંત્રના આ કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસના કાર્યકરો અચનાક સ્થળ પર ધસી આવ્યા હતા. અને મોદી સરકારના કાળા કૃષિ બિલનો સખત વિરોધ કર્યો હતો. નોઁધનીય છે કે હાજર પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટક કરવામાં આવી હતી. જ્યારે ધારાસભ્ય નવસાદ સોલંકી સ્ટેજ પર પહોંચી ગયા હતા, સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભાજપના હોદ્દેદારો આગેવાનોના નામ લખી કાર્યક્રમને અલગ રંગ અપાતા ધારાસભ્યે સ્ટેજ પર રહેલા અધિકારીઓનો ભારે ઉધડો લીધો હતો. અને વાતાવરણમાં ગરમાયું હતું. પરિસ્થિતિનિ ગંભીરતા જોતા ધારાસભ્યની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી. આમ ધારાસભ્ય સહિત અનેક કાર્યક્રમો અટક કરી તેઓને પાસે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા બાદ કાર્યક્રમ ફરી શરૂ થયો હતો.

ધારાસભ્ય નવસાદ સોલંકી સ્ટેજ પર પહોંચી ગયા હ

પરિસ્થિતિનિ ગંભીરતા જોતા ધારાસભ્યની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી

સુરેન્દ્ગનગરના પાટડીમાં પણ સ્વ.અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી..જો કે સરકાર દ્વારા યોજાયેલા સુશાસન કાર્યક્રમનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો..આ પ્રસંગે કૃષિ કાયદાનો વિરોધ કરવા એકઠા થયેલા કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકી સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી..આ કાર્યક્રમ દરમિયાન ચાર રસ્તાથી લઈને એપીએમસી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો..કોંગ્રેસના ધારાસભ્યની અટકાયત બાદ ભાજપનો કાર્યક્રમ ફરી શરૂ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here