ભારત અને વિયેતનામની નૌસેના આવતી કાલથી બે દિવસની સંયુક્ત કવાયત સાઉથ ચીની સમુદ્રમાં થશે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભારત-ચીન વચ્ચે ના સંબધોમાં ખટાશ આવી છે. આ પહેલા ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન સાથે પણ સંયુક્ત સાહસ કર્યું છે. ત્યાર પછી આ ચીનના શત્રુ સાથે ભારત ફરીથી પોતાનો દમ દેખાડી રહ્યુું છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી ચીન અપસેટ થયું હતું  કારણ કે આ વિસ્તારમાં ચીન પોતાની સૈન્ય સંખ્યા વધારી રહ્યું હતું. આ કવાયતનો હેતુ બંને દેશો વચ્ચે સામુદ્રિક સહકાર વધારવાનો છે એમ સરકારી પ્રવક્તાએ કહ્યું હતું. સેન્ટ્રલ વિયેતનામમાં આવેલા વિનાશક પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોને રાહત આપવા ભારતીય નૌકાદળનું એક જહાજ આઇએનએસ કિલ્ટન વિયેતનામ ગયું છે. પાછાં ફરતાં આ જહાજ સહિયારી કવાયતમાં સહભાગી થશે.

ભારત- વિયેતનામની નૌસેનાની સંયુક્ત કરશે કવાયત

સાઉથ ચાઇના સીમાં ચીન પોતાનું સૈન્ય સંખ્યાબળ વધારી રહ્યું છે એવા સમયે આ સહિયારી કવાયત યોજાઇ રહી હતી એટલે સ્વાભાવિક રીતેજ આખી દુનિયામાં એક પ્રકારની ચિંતા પ્રવર્તી રહી હતી. સંરક્ષણ ખાતાએ જણાવ્યા મુજબ સેન્ટ્રલ વિયેતનામમાં આવેલા પૂરનો ભોગ બનેલા લોકોને રાહત આપવા આઇએનએસ કીલ્ટન ગુરૂવારે 15 ટન રાહત સામગ્રી લઇને હો ચી મીન્હના ના રંગ બંદરે પહોંચ્યું હતું. રાહત સામગ્રી આપ્યા બાદ 27 ડિસેંબરે આ જહાજ પાછું ફરતી વખતે સાઉથ ચાઇના સીમાં વિયેતનામી નૌકા દળ સાથે સહિયારી કવાયતમાં જોડાશે.

સાઉથ ચાઇના સીમાં વિયેતનામી નૌકા દળ સાથે સહિયારી કવાયતમાં જોડાશે

આ સપ્તાહના આરંભે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિયેતનામના વડા પ્રધાન ગુયન જુઆન ફૂક વચ્ચે ડિજિટલ શિખર પરિષદ યોજાઇ હતી. એ પ્રસંગે બંને દેશોએ સામુદ્રિક સહકાર વધારવા સાથે સંરક્ષણ ક્ષેત્રમાં પણ સહકાર વધારવાની ચર્ચા કરી હતી. એને અનુસંધાનમાં આ સહિયારી કવાયત થવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here