ભારતના પાટનગર નવી દિલ્હીમાં છેલ્લા લગભગ એક માસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનની વાત છેક અમેરિકી સંસદ સુધી પહોંચી હતી. કેટલાક અમેરિકી સેનેટર્સે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોને આ સંદર્ભમાં પત્ર લખ્યો હતો.

પોમ્પિયોને પત્ર લખનારા સેનેટર્સમાં મૂળ ભારતીય કૂળની પ્રમિલા જયપાલનો પણ સમાવેશ થયો હતો. ભારત સરકાર અત્યાર અગાઉ સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂકી હતી કે આ અમારો આંતરિક મામલો છે. એમાં દખલ કરવાની જરૂર નથી.

અમેરિકી સેનેટર્સે વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોને પત્ર લખીને એવી અપીલ કરી હતી કે તમે પ્લીઝ, ભારતીય વિદેશ પ્રધાન સાથે આ મુદ્દે વાત કરો. ખાસ્સા લાંબા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા.

દરમિયાન, જાણકાર સૂત્રોએ કહ્યું હતું કે સરકાર કોઇ પણ ભોગે આ કાયદા પાછા ખેંચી લેવા તૈયાર નથી. એકવાર કાયદા પાછા ખેંચે તો પછી દાખલો બેસી જશે. ડોશી મરે એનો ભો નથી પણ જમડા ઘર ભાળી જાય એનો ભો છે. આજે એક વિષયક કાયદા પાછાં ખેંચાવ્યા, આવતી કાલે બીજા કોઇ કાયદા માટે આવો હઠાગ્રહસ સેવવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here