ફિલ્મ અને મ્યૂઝિક વિડીયોથી જાણીતી બનેલી એક્ટ્રેસ મિસ્ટી મુખર્જીનું કિડની ફેઈલ થઈ જતાં અવસાન થયું છે. 27 વર્ષની એક્ટ્રેસે શુક્રવારે સાંજે બેંગાલુરુમાં અંતિમ શ્વાસ લીધા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, મિસ્ટી છેલ્લા થોડા મહિનાઓથી કિટો ડાયટ પર હતી અને તેની કિડની ફેઈલ થવાનું એક કારણ આ પણ છે. મિસ્ટીના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવ્યા હતા. નાની વયે દુનિયાને અલવિદા કહેનારી મિસ્ટી માતા-પિતા અને ભાઈને રડતા મૂકીને ગઈ છે.


મિસ્ટીએ 2012માં આવેલી ફિલ્મ ’લાઈફ કી તો લગ ગઈ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. 2013માં આવેલી ફિલ્મ ’મેં કૃષ્ણા હું’ના એક ગીતમાં પણ જોવા મળી હતી. મિસ્ટીએ કેટલીક ફિલ્મોમાં આઈટમ નંબર્સ પણ કયર્િ છે. હિન્દી ઉપરાંત બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ મિસ્ટીએ કામ કર્યું હતું.


મીડિયા રિપોર્ટ મુજબ, મિસ્ટીના નિધન બાદ તેના પરિવાર તરફથી એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું. સ્ટેટમેન્ટ મુજબ, અભિનેત્રી મિસ્ટી મુખજીર્એ ઘણી ફિલ્મો અને મ્યૂઝિક વિડીયોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો, હવે તે આપણી વચ્ચે નથી રહી. કિટો ડાયટના કારણે બેંગાલુરુમાં તેની કિડની ફેઈલ થઈ ગઈ અને શુક્રવારે મોડી રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. એક્ટ્રેસે ખૂબ પીડાનો સામનો કર્યો હતો. મિસ્ટીની ખોટ કોઈ નહીં પૂરી શકે. ઈશ્વર તેની આત્માને શાંતિ આપે.


મિસ્ટી વિવાદોના કારણે પણ ચચર્મિાં રહી હતી. 2014માં તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો હતો. તેના ઘરેથી દરોડા દરમિયાન અશ્લીલ સીડીઓ મળી આવી હતી. આ કેસમાં તેના ભાઈ અને પિતાની પણ ધરપકડ થઈ હતી અને બાદમાં જામીન પર મુક્ત થયા હતા. જણાવી દઈએ કે, આજકાલ કિટો ડાયટ ખૂબ પોપ્યુલર છે અને મિસ્ટી પણ તેને ફોલો કરતી હતી. વેઈટ લોસ અને ફિટ રહેવા માટે ડાયટિંગ સામાન્ય બાબત છે પરંતુ ડાયટિંગના કારણે કોઈનું મોત થયું હોય તેવા કિસ્સા ખાસ સામે આવ્યા નથી.

  • તમન્ના ભાટિયાને કોરોના પોઝિટિવ: ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

કોરોનાવાયરસનો કહેર યથાવત છે જ્યારે અનલોકને કારણે દરેક ઇન્ડસ્ટ્રીને લગતા કામ ફરી શરૂ થયા છે, ત્યારે લોકો કામ માટે નીકળી રહ્યા છે. તો કોરોના સંક્રમણના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. બોલિવૂડની વાત કરીએ તો આ પહેલા અનેક કલાકારોને એક પછી એક કોરોના પોઝિટિવ આવવાના રિપપોર્ટ મળી રહ્યા છે. તેમાંથી ઘણા સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે આ સાથે જ ફિલ્મ બાહુબલી ની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને ગંભીર હાલતમાં હૈદરાબાદ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
તમન્ના ભાટિયા છેલ્લા કેટલાક દિવસોથી હૈદરાબાદમાં છે. અહીં તે તેની આગામી વેબ સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર તમન્ના ભાટિયા શૂટિંગ દરમિયાન જ કોરોના વાયરસના કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા, જે પછી તેનો ટેસ્ટ કરવામાં આવ્યો તો તે પોઝિટિવ આવ્યો હતો. તમન્નાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ તેમને તાત્કાલિક હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની પાસે કોવિડ -19 ની સારવાર ચાલી રહી છે.


હાલ તમન્ના ભાટિયાના ચાહકો અને શુભેચ્છકો આ સમાચાર સાંભળીને તેની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તમન્નાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના ચાહકોને આ વિશે કોઈ માહિતી આપી નથી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઓગસ્ટમાં, તમન્ના કહ્યું હતું કે તેના માતાપિતા કોરોના પોઝિટિવ આવ્યા હતા પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આગામી વેબ સિરીઝ ઉપરાંત તમન્ના ભાટિયા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે આગામી ફિલ્મ બોલે ચૂડિયા માં જોવા મળશે. નવાઝુદ્દીનનો ભાઈ શમાસ નવાબ આ ફિલ્મ કરી રહ્યા છે.

  • કિટો ડાયટ શું છે ?

મિસ્ટીના મોતથી ઘણા સવાલો ઊભા થયા છે ત્યારે આ ડાયટ શું છે તે જાણવું જરૂરી છે. કિટો ડાયટમાં મોટા પ્રમાણમાં ફેટ લેવાનું હોય છે અને તેની સાથે યોગ્ય પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ લેવાના હોય છે. કેડીના ટૂંકા નામથી ઓળખાતા આ ડાયટને મોટાભાગે ડાયાબિટીસ ધરાવતા લોકો વધારે ફોલો કરે છે કારણકે તેનાથી બ્લડ શુગર અને ઈન્સ્યુલિન લેવલમાં ઝડપી ઘટાડો આવે છે. કિટો ડાયટ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે, આ એક દુર્લભ કેસ છે. સામાન્ય રીતે અગાઉથી કોઈ બીમારી હોય અને આ ડાયટ લેવામાં આવે તેવા કિસ્સામાં આવું બની શકે છે. કિટો ડાયટમાં ચરબીયુક્ત પદાર્થો વધુ લેવાના હોય છે અને પૂરતા પ્રમાણમાં પ્રોટીન તેમજ કાર્બોહાઈડ્રેટ્સ ઓછી માત્રામાં લેવાના હોય છે. આ પ્રકારના ફૂડથી કિડની પર વિપરીત અસર પડી શકે છે. કિટોમાં પ્રોસેસ્ડ ચીઝ અને બટર વધુ ખાવાના હોય છે. જો લાંબા સમય સુધી આ લેવામાં આવે તો કોલેસ્ટ્રોલનું રિસ્ક વધે છે. હાઈ પ્રોટીનથી કિડની પર પ્રેશર આવે છે અને કાર્બોહાઈડ્રેટ્સ ઘટતાં કિડની ફંક્શન પર અસર થાય છે. આ પ્રકારનું ડાયટ છ મહિના સુધી લીધા બાદ 1-2 મહિનાનો બ્રેક લેવો જરૂરી છે. ત્યારે મિસ્ટીનું મોત ઝડપથી વજન ઘટાડવા માટે ડાયટ ચેન્જ કરતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here