ભારતીય રિઝર્વ બેંકે જાન્યુઆરી 2021 માટે રજાની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય બેંક અનુસાર આ વખતે 8 દિવસ બેંકોમાં રજાઓના કારણે કોઈ પણ પ્રકારનું કામકાજ થશે નહી. આ સિવાય બીજા ચોથા શનિવાર અને રવિવારે પણ રજા રહે છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ તમામ સરકારી, ખાનગી, વિદેશી અને કો-ઓપરેટિવ બેંકોએ માનવાની હોય છે.

જાન્યુઆરીમાં કુલ 13 દિવસ બેંકમાં કામકાજ નહી થાય. આ 13 રજાઓમાં જુદાં-જુદાં રાજ્યોમાં આવનારી રજાઓ સાથે મહીનાના બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે. RBIએ વર્ષ 2020 માટે બેંક હોલી-ડે 2020 કેલેન્ડર જાહેર કરી દીધું છે.
RBIની વેબસાઈટ અનુસાર રજાઓ ઘણાં રાજ્યો અનુસાર નક્કી કરવામાં આવી છે. બની શકે કે બેંક તમારા રાજ્યમાં ખુલી હોય અને અન્ય કોઈ રાજ્યમાં બંધ રહે.

બેંકોમાં આ તારીખે નહીં થાય કોઇ કામકાજ
01 જાન્યુઆરી | નવુ વર્ષ |
02 જાન્યુઆરી | નવા વર્ષની રજા |
11 જાન્યુઆરી | મિશનરી દિવસ |
14 જાન્યુઆરી | મંકરસંક્રાંત અને પોંગલ |
15 જાન્યુઆરી | બીહૂ |
16 જાન્યુઆરી | ઉજવર થિરુનલ |
23 જાન્યુઆરી | ચોથો શનિવાર-નેતાજી જયંતી |
25 જાન્યુઆરી | ઈમોનિયૂ ઈરાપ્તા |
26 જાન્યુઆરી | ગણતંત્ર દિવસ |