કોવિડ-19 રોગચાળાનાં કારણે મુડી બજારમાં જોખમનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી 2020માં સોનાનાં રોકાણકારોની પહેલી પસંદ બની રહ્યું છે, આ વર્ષે સોનાનાં રોકાણ પર લગભગ 28 ટકા રિટર્ન મળ્યું છે, જે વર્ષ 2011માં આવેલા 31.1 ટકા બાદનું સૌથી વધુ છે, સોના પર 15 વર્ષમાં સરેરાસ 14.1 ટકાનું જબરજસ્ત વળતર મળ્યું છે.

સોના

આ વર્ષે સોનાનો ભાવ 23 ટકાથી વધુ ચઢ્યો

નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં આવેલી તેજીની અસર સ્થાનિક સરાફા બજાર પર પણ જોવા મળી રહી છે, આંતરાષ્ટ્રિય બજારમાં આ વર્ષે સોનાનો ભાવ 23 ટકાથી વધુ ચઢ્યો છે, આ કારણે ઓગસ્ટમાં ભારતીય બજારમાં સોનાનો ભાવ રેકોર્ડ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચી ગયો, જો કે ત્યારથી તેમાં 10 ટકાથી વધુનો ઘટાડો આવી ચુક્યો છે અને ત્યાં સુધી કુલ રિટર્ન 27.7 ટકા રહ્યું છે.

2020

આ દરમિયાન ચાંદી પણ પોતાની ટોચની સપાટીને સ્પર્શી અને કિંમત 77,840 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઇ, વર્ષ 2005થી અત્યાર સુધી સોનાનાં રોકાણમાં ત્રીજી વખત આટલી મોટી કમાણી થઇ છે, અને માત્ર બે વખત મુડી રોકાણમાં નુકસાન ઉઠાવવું પડ્યું છે. વર્ષ 2013 માં તેની કિંમત 18.7 ટકા ઘટી હતી.

વર્ષ 2021માં પણ તેજી આશા

રેટિંગ એજન્સી ક્રેડિટ સુઇસનાં જણાવ્યા પ્રમાણે આગામી વર્ષ જુલાઇ- સપ્ટેમ્બર ત્રિમાસિક સુધી સોનાનો ભાવ 20 ટકા સુધી વધી શકે છે, દિલ્હીનાં બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનનાં પ્રમુખે આશા વ્યક્ત કરી છે કે આગામી દોઢ વર્ષ સુધી સોનું તેની સર્વોચ્ચ સપાટી જાળવી રાખશે.

ગોલ્ડમેન સાક્સે પણ વર્ષ 2021માં સોનાની કિંમતે વધશે તેવી આશા વ્યક્ત કરી અને કહ્યું કે બિટકોઇનનાં ફેલાવાની પણ તેની પર અસર નહીં પડે, જો કે કેટલાક નિષ્ણાતોએ તેમાં થોડા ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે, કારણ કે રોકાણકારો હવે ફરીથી શેર અને મ્યુચ્યુઅલ ફ્ંડ જેવી જોખમી સંપત્તીઓમાં ફરીથી રોકાણ કરવા લાગ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here