ગુજરાતમાં કોરોનાની કીટ સપ્લાય કરનારી કંપનીઓના બેચ હલકી ગુણવત્તાના નીકળ્યા તે પછી કોરોના ટેસ્ટિંગ કીટની ખરીદી માટે ઇશ્યૂ કરવામાં આવેલા ટેન્ડરમાં ટ્રીવીટોન નામની કંપનીના ટેન્ડર એલ-1 આવી ગયા છે, પરંતુ આ કંપનીએ એલ-1મા કેટલા ભાવ આપ્યા છે તે જાહેર કરવામાં આવતા નથી. કારણ કે આ જ કંપનીએ મહિના પૂર્વે કિટ દીઠ રૂા. 105 લઈને કરેલા સપ્લાય કરતાંય આ વખતે ભાવ નીચો હોવાની સંભાવના છે.

તેથી જ જીએમએસસીએલના અધિકારીઓ તેમને રૂા.105ના ભાવના બિલમાં ઘટાડો કરી આપવા કંપનીને જણાવી રહ્યા છે. કંપની જૂના સપ્લાયના ભાવ ન ઘટાડે ત્યાં સુધી 12 લાખ કીટની ખરીદી માટેના નવા ઓર્ડરના ભાવ જાહેર કરવાથી ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ-જીએમએસસીએલના અધિકારીઓને તકલીફ પડી રહી છે.

કોરોના ટેસ્ટિંગની 50,000 કીટદીઠ રૂા. 69 પ્લસનો ભાવ આપીને ખરીદી

ત્રીજીવાર 12 લાખ કીટ ખરીદવા માટે મંગાવવામાં આવેલા એલ-વન ટેન્ડરના ભાવ જાહેર કરવાનું ટાળવામાં આવી રહ્યું હોવાથી આ ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના જી.ઈ.એમ. – જૅમ પોર્ટલ પરથી ટેન્ડર મંગાવીને પોન્ડિંચરીને સરકારે કોરોના ટેસ્ટિંગની 50,000 કીટદીઠ રૂા. 69 પ્લસનો ભાવ આપીને ખરીદી હોવાથી હવે ટ્રીવીટ્રોનના સપ્લાયમાં પણ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોંડીચરી સરકારની ખરીદીના ભાવને કારણે ટ્રીવીટ્રોનના ભાવ અંગે સવાલ ખડા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોંડીચરી ઉપરાંત દેશના અન્ય રાજ્યમાં આ કીટ કયા કયા ભાવે ખરીદાઈ છે તેની તપાસ કરીને આ મુદ્દે નિર્ણય લેવામાં આવે તો ગુજરાત સરકારને વાજબી ભાવે સપ્લાય મળી રહેવાની સંભાવના છે.

કોરોના

ગુજરાત સરકારે એક સામટો 12 લાખ કીટનો ઓર્ડર આપ્યો

પોંડીચરી સરકારે 50,000 કીટ ખરીદવા કીટદીઠ રૂા. 69 ચૂકવ્યા છે. તેની સામે ગુજરાત સરકારે એક સામટો 12 લાખ કીટનો ઓર્ડર આપ્યો છે. આ બલ્ક ઓર્ડર કહેવાય. તેથી તેના ભાવ નીચા હોવા જોઈએ તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. એક જ કંપનીના અગાઉના સપ્લાયના ભાવ અને નવા સપ્લાયના ભાવ વચ્ચે ગાળો આવતો હોવાથી મોટો વિવાદ થવાની આશંકા છે. જીએમએસસીએલએ લૅબકેર અને એસડી બાયો કેર પાસે રૂા. 414ના ટેક્સ સાથેના ભાવે ખરીદી કરવામાં આવી હોવા છતાંય તેની ગુણવત્તા ખરાબ નીકળી હતી.

જીએમએસસીએલ ટ્રીવી ટ્રોનને અગાઉ કીટના રૂા. 105નો ભાવ મંજૂર કરી ચૂકી છે પરંતુ નાણાંની ચૂકવણી કરી નથી. તેથી નવા સપ્લાયના ભાવના લેવલતી જ જૂના સપ્લાયનું બિલિંગ કરવાની જણાવી રહી હોવાથી જ સંભવત: ભાવ જાહેર કરવામાં આવતા નથી.

ગુજરાતમાં રૂા. 414ના કીટદીઠ ભાવે કોરોના ટેસ્ટિંગની કીટ સપ્લાય કરનાર એસ.ડી. બાયોસેન્સરની અને ઉમરગામની લેબકૅર ડાયોગ્નોસ્ટિકની કીટના ચોક્કસ બેચ હલકી ગુણવત્તાના હોવાની જાહેરાત ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ જાહેરાત કરી પછી ટ્રીવીટ્રોન નામની કંપની પાસેથી સપ્લાય લેવામાં આવ્યા હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here