ગરીબ પરિવારની દિકરીઓના લગ્નમાં આર્થિક મદદ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી જ એક યોજના છે શાદી અનુદાન યોજના. આ યોજના અંતર્ગત લગ્નને યોગ્ય યુવતીઓને 51,000 રૂપિયાની મદદ કરવામાં આવે છે.

કોને મળે છે આ યોજનાનો લાભ

આ યોજના માટે અરજી ત્યારે કરી શકાય છે જ્યારે યુવતીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય. જે યુવક સાથે લગ્ન થવા જઇ રહ્યાં છે તેની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ. આ યોજના અંતર્ગત એક પરિવારની 2 યુવતીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, લઘુમતિ, સામાન્ય વર્ગના પરિવારોની દિકરીઓને સામેલ કરવામાં આવશે. જણાવી દઇએ કે આ યોજના ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.

યોજના માટેની શરતો

  • અરજદાર ઉત્તર પ્રદેશનો સ્થાયી નિવાસી હોવો જોઇએ.
  • વાર્ષિક આવક ગ્રામીમ ક્ષેત્ર માટે 46,800 રૂપિયા અને શહેરી ક્ષેત્ર માટે 56,400થી વધુ ન હોવી જોઇએ.
  • શાદી અનુદાન યોજના માટે અરજદાર ગરીબી રેખાની નીચેનો વ્યક્તિ હોવો જોઇએ.

આ દસ્તાવેજોની પડશે જરૂર

અરજદાર પાસે આધાર કાર્ડ હોવુ જરૂરી છએ. અરજાદરે પોતાનું આવકનું પ્રમાણપત્ર રજૂ કરવુ પડશે. સાથે જ જે દંપત્તિના લગ્ન થઇ રહ્યાં છે તેની ઉંમરનું પ્રમાણ પત્ર હોવુ જોઇએ.

સરકારી બેન્કમાં ખાતુ જરૂરી

અરજદાર પાસે બેન્ક ખાતા નંબર હોવો જરૂરી છે જેથી તેમને યોજનાની રકમ સીધી બેન્કમાં મળી શકે. આ બેન્ક ખાતુ ફક્ત કોઇ સરકારી બેન્કમાં જ હોવુ જોઇએ અને તે આધાર સાથે લિંક હોવુ જોઇએ.

જાતિનું પ્રમાણ પત્ર હોવુ જોઇએ

અરજદાર OBC/SC/ST કેટેગરીનો હોય તો જાતિનું પ્રમાણ પત્ર હોવુ જરૂરી છે. અન્ય કેટેગરી માટે જાતિનું પ્રમાણ પત્ર જરૂરી નથી.

90 દિવસનો મળે છે સમય

સરકાર દ્વારા આપવામાં આવતી ધનરાશિ અરજદાર ત્યારે જ ઉપાડી શકે છે જ્યારે તેની દિકરીના લગ્ન હોય. અરજી ફક્ત લગ્નના 90 દિવસ પહેલા અથવા 90 દિવસ પછી જ કરી શકાય છે. આ યોજના અંતર્ગત યુવતીઓને અનુદાનની સાથે ચિકિત્સા સુવિધા પણ આપવામાં આવશે.

અહીં કરો અપ્લાય

આ યોજનાનો લાભ લેવા માટે આ યોજના માટે તૈયાર યુપી સરકારની વેબસાઇટ shadianudan.upsdc.gov.in પર જઇને રજીસ્ટ્રેન કરાવો. વેબસાઇટના હોમ પેજ પર નવા રજીસ્ટ્રેશન ઓપ્શનની નીચે તમને તમારી જાતિ અનુસાર આપવામાં આવેલા વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here