ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાહોદમાં ધામા નાખતા મોટા ઓપરેશનને અંજામ અપાયાની પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે. દાહોદમાં નક્સલી પ્રવૃતિઓને લઇ તપાસનો ધમધમાટ શરૂ કરાયો.

ગુજરાત ATSએ થોડા સમય અગાઉ બિલોસા બબિતા કશ્યપની ધરપકડ કરી હતી. બિલોસા ત્રણેક મહિના દાહોદમાં રોકાઇ હોવાનો પણ ખુલાસો થયો હતો. જેના પગલે દાહોદ અને આસપાસના વિસ્તારમાં તપાસ માટે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થઇ છે. જેતે સમયે બિલોસા બબિતા કશ્યપના બે સાથીઓની પણ ધરપકડ થઇ હતી.
આ ત્રણેય જણાની ઝારખંડથી ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમીયાન દાહોદ કનેકશનનો પર્દાફાશ થયો હતો. જેથી બબિતાના દાહોદના સંપર્કની તપાસ શરૂ કરાઇ છે. આદિવાસી પટ્ટી વિસ્તાર એવા દાહોદમાં બબિતા કશ્યપના પ્લાનિંગને લઇ તપાસ શરૂ કરાઇ છે.