દુનિયાભરમાં છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ હાહાકાર મચાવી રહયો છે. હજુ પણ દુનિયાને કોરોનાથી છુટકારો મળ્યો નથી. દુનિયાના સંશોધકો કોરોના વાયરસની રસી બનાવવામાં લાગેલા છે. ત્યારે જાપાનમાં કોરોનાના પ્રકોપ વચ્ચે બીજી એક મહામારીએ વિકરાશળ રુપ ધારણ કર્યુ છે. એક તરફ જાપાનમાં કોરોનાની બીજી લહેર શરુ થઇ છે તો બીજી તરફ જાપાનમાં બર્ડ ફ્લુ પણ ફેલાયો છે. બર્ડ ફ્લુને વધારે ફેલાતો રોકવા માટે જાપાનના ચીબા પ્રાંતમાં 11 લાખ મરઘીઓને મોતના ઘાટ ઉતારવામાં આવશે.

ફાર્મમાં રહેલી 11 લાખ 60 હજાર મરઘીઓને મારી નાંખવામાં આવશે

જાપાનના ચીબા વિસ્તારમાં આવેલા એક ફાર્મની અંદર કેટલીક મરઘીઓમાં આ બર્ડ ફ્લુ જોવા મળ્યા બાદ હવે તે ફાર્મમાં રહેલી 11 લાખ 60 હજાર મરઘીઓને મારી નાંખવામાં આવશે. ચીબા પ્રાંત જાપાનનો 13મો એવો વિસ્તાર છે કે જ્યાં બહુ ઝડપથી એચ 5 નામનો બર્ડ ફ્લુ ફેલાઇ રહ્યો છે.

11

જાપાનના ચીબા વિસ્તારના 10 કિલોમીટર વિસ્તારને સંપૂર્ણ ક્વોરંટાઇન કરવામાં આવ્યા

બર્ડ ફ્લુને ફેલાવવાથી રોકવા માટે જાપાનના ચીબા વિસ્તારના 10 કિલોમીટર વિસ્તારને સંપૂર્ણ ક્વોરંટાઇન કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ વિસ્તારમાં ઇંડા અને ચિકન મોકલવા ઉપર પમ પ્રતિબંધ મુક્યો છે. ચીબી પ્રાંત પહેલા જાપાનના કગવા, ફુકુઓકા, હયોગો, મિયાજાકી, હિરોશિમા, નારા, ઓઇતા, વકાયમા, શિગા, તોકુશિમા અને કોચિમાં પણ બર્ડ ફ્લુ ફેલાયો છે.

બર્ડ ફ્લુના ફેલાવાને રોકવા માટે અત્યાર સુધીમાં 34 લાખ મરઘીઓને પહેવા જ મારી નાંખવામાં આવી છે. હાલમાં જ બર્ડ ફ્લુનો પ્રકોપ બ્રિટન, નેધરલેન્ડ, ઉત્તર જર્મની ને બેલ્જિયમમાં પણ સામે આવ્યો છે. એક તરફ જાપાનમાં કોરોના વાયરસની બીજી લહેર આવી છે અને બીજી તરફ બર્ડ ફ્લુનો ફેલાવો પણ વધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here