આદિવાસી વિસ્તારમાં નક્સલીઓ વધારે લોકોને ટાર્ગેટ કરી રહ્યાં છે. ચોક્કસ સમાજની ચોક્કસ માનસિકતા અને પ્રથાઓ હોય છે. અને તરછોડાયેલા લોકો આ પ્રવૃતિમાં જોડાઈ રહ્યાં છે. તેની જો વાત કરીએ તો પહેલી છે સતીપથી પંથ જેમાં અનેક રીવાજો અને પ્રથા છે તે લોકો માને છે કે પોતે જ સરકાર છે સરકારની પેરેલલ પોતાનું શાશન ચલાવે છે.

નક્સલી

અંગ્રેજો ગયા પછી તેમને શાશન સોંપી ગયાની માનસિકતા સાથે જીવે છે. વલસાડમાં સપ્ટેમ્બરથી ડીસેમ્બર દરમિયાન સતીપથી પંથની સભા થતી હોય છે. તેમાં આવતા તમામ લોકો પોતાનું ભાથું લઈને આવે છે. આ પંથ અશોક ચિન્હમાં મને છે. અને આ સિવાય બીજા કશામાં માનતા નથી. લાઈટ બીલ, ગેસ બીલ  એવા કશામાં તેઓ વિશ્વાસ કરતા નથી. અને તે ભરતા પણ નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સતીપથી પંથ સક્રિય છે.

તો અન્ય એક સામાજ છે પથ્થલગડી સમાજ અને તેના નામે ચળવળ પણ ચલાવવામાં આવે છે. પત્થરગડી ઝારખંડના આદિવાસીઓની પ્રાચીન પરંપરા છે. સમાધિ પર મુકાતા પત્થરો પર સંદેશ રજૂ કરવાની પરંપરાને પત્થરગડી કહેવાય છે. આ શબ્દ મૃત વ્યક્તિની સમાધિ પર પત્થર મુકવા પરથી આવ્યો. આદિવાસી સમુદાય વિધિ વિધાન અને પ્રાચીન કથા અનુસાર પત્થરગડી કરે છે. પત્થરો પર ખેતર, ગ્રામસભા અને અધિકારોની માહિતી ટાંકવામાં આવે છે. વંશની જાણકારી ઉપરાંત મૃતક અંગે પણ પત્થર પર માહિતી લખવાની પરંપરા છે.

પત્થરગડી મુખ્યત્વે ઝારખંડના ગામડામાં ચાલતી ચળવળ છે. વર્ષ ૨૦૧૬ના અંત સુધીમાં આ ચળવળ ખુબ સક્રિય બની ગઈ. મોટા મોટા પત્થરો ગામ બહાર શિલાપટ્ટાની જેમ લગાવી દેવાયા છે. આ આંદોલન અંતર્ગત આદિવાસીઓના અધિકારોનો ઉલ્લેખ કરાયો છે. બંધારણની પાંચમી અનુસૂચીમાં આદિવાસીઓને મળેલા અધિકારોને મોટા પત્થરો પર ટાંકવામાં આવ્યા છે. આંદોલને ઘણી વખત હિંસક સ્વરૂપ પણ લીધું છે. જમીનના હકોની માગને મજબૂત રીતે રજૂ કરવા આંદોલન શરૂ કરાયું. ઝારખંડના પૂર્વ સીએમ રઘુબર દાસે પત્થરગડી આંદોલન પર નિશાન સાધ્યું હતું. સીએ રઘુબર દાસે આંદોલન પાછળ દેશ વિરોધી તાકાતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. પત્થરગડી અને સતીપથી સંપ્રદાય બંનેની ચળવળ એક સરખી જ છે. જે સરકાર અને બંધારણમાં વિશ્વાસ નથી રાખતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here