ઇશ્વર જેની રક્ષા કરે તેનો કોઇ જ મારી ના શકે. બિહારના ચતરામાં ઘટેલી ઘટનાથી આ વાત ફરી સાબીત થઇ. સોનપુરાના ગેંજના પંચાયતમાં ગયા ગુરૂવારે સાંજે સીટુ યાદવની પત્ની શંકુંતલાએ પોતાના બે પુત્રીઓ દોઢ વર્ષની સોની કુમારી અને ત્રણ વર્ષની ગોલી કુમારીને કુવામાં ફેંકી દીધી હતી. ગ્રામીણોએ તત્પરતા દાખવી બંનેને બહાર કાઢી હતી અને પાડોશી ગામ પાંડેપુરામાં લઇ ગયા.

બાળકી

બાળકીની સ્થિતિ ચિંતાજનક હોવાના કારણે ડોક્ટરે સારવાર આપવાનો જ ઇનકાર કરી દીધો

ડોકટરે નાની પુત્રી સોની કુમારીને મૃત જાહેર કરી હતી અને ગોલી કુમારીને સ્થિતિ ચિંતાજનક ગણાવી હતી. પરિવારજનોને ડોકટરની વાત પર ભરોસો ના બેઠો. તેઓ બંને બાળકીઓને ગયા જિલ્લાના શેરઘાટીના સરકારી દવાખાને લઇ ગયા હતા. ત્યાં તો ડોકટરે સારવાર આપવાનો જ ઇનકાર કરી દીધો હતો. પરિણામે ફરીથી બાળકીઓને લઇ તેઓ ગયા પહોંચ્યા.

બાળકી

અનુગ્રહ મગધ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડોકટરોએ બંનેને કોમાં સરી ગઇ હોવાનું માનીને ઇલાજ શરૂ કર્યો અને ક્હયું હવે ઉપર વાળાના હાથમાં છે. ચાર દિવસ આઇસીયુમાં રાખતા બાળકી ભાનમાં આવી અને જીવી ગઇ હતી. પરિવારજનોના ચહેરા આનંદથી લાલ થઇ ગયા. પરિવારજનોએ કહ્યું હતું કે જો અમે બાળકીને લઇ આવી મોટી હોસ્પિટલમાં આવ્યા ના હોત તો બાળકી મરી ગઇ હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here