અઢી દાયકાના શાસન પછી પણ ગુજરાતમાં પાલિકા- પંચાયતોની ચૂંટણીમાં મતદારો સમક્ષ જવા ભાજપ પાસે કોઈ ઉપલબ્ધી જ ન હોય તેમ ફરીથી ધાર્મિક ધ્રુવિકરણનો ખેલ શરૂ થઈ ગયો છે. અઠવાડિયા અગાઉ ગુજરાતમાં લવજેહાદનો મુદ્દો ઉછાળનાર વડોદરાના ડભોઈથી ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ હવે સરકારી આવાસમાં લધુમતીઓને ડ્રોમાં લાગેલા મકાન પણ રદ્દ કરવા માંગણી કરી છે.

વડોદરામાં સ્થાનિક શહેરી વિકાસ સત્તામંડળએ ભાયલીમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે સરકારી આવાસ બનાવ્યા છે. જેમાં ટીપી ૩ના ફાઈનલ પ્લોટ ૧૮૦ની આવાસ સ્કિમમાં ૯૦ આવાસ, ફાઈલન પ્લોટ ૧૧૨ની સ્કિમમાં ૨૩ આવાસ અને પ્લોટ ૧૧૪માં ૧૩ એમ કુલ મળીને ૧૧૬ જેટલા આવાસો ધાર્મિક લધુમતી પરીવારોને ફાળવ્યા છે.

જો કે, આ તમામ પરીવારોને નિયમાનુસાર ડ્રો કરીને ફાળવણી કરવામાં આવી છતાંયે ભાજપના ધારાસભ્ય સોટ્ટાને વાંધો વડયો છે. તેમણે સત્તામંડળના સીઈઓ પી.સ્વરૂપને લધુમતી પરીવારોને ફાળવેલા મકાનો રદ કરીને તેમને અન્યત્રે આવાસ ફાળવવા રજૂઆત કરી છે.

એટલુ જ નહિ, સત્તામંડળે બહુમતિ વિસ્તારમાં લધુમતિને આવાસ ફાળવવા ન જોઈએ તેમ કહીને એવુ હોય તો અલગથી આવાસ યોજનાઓ અમલમાં મુકવી જોઈએ એમ કહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here