ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. સાથે જ ગઈકાલે શંકરસિંહે ગાંધી આશ્રમથી દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી હતી. જેને લઈને પોલીસ વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે.

ગાંધી આશ્રમ ખાતે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
ખેડૂત આંદોલનના ટેકામાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ આજે ગાંધી આશ્રમથી દિલ્હી કૂચના કરેલા એલાનને પગલે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
બાપુના આશ્રમે ઉમટી પડ્યા બાપુના સમર્થકો
વાઘેલાની જાહેરાતને પગલે તેમના સમર્થકો આશ્રમ પહોંચ્યા હતા. શંકરસિંહના ટેકેદારો કાળા વાવટાની સાથે પહોંચ્યા હતા. જો કે આ ટેકેદારો દિલ્હી કૂચ કરે તે પહેલાં પોલીસે અટકાયત કરી લીધી હતી.