કોરોનાથી સાજા થયેલા દર્દીઓના ફેફ્સામાં ફાઇબ્રોસિસનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે આ અંગે અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટે નિવેદન કર્યુ હતુ.તેઓએ કહ્યું હતુ કે કોરોનામાં ઇન્ફેક્શન વધવાને કારણે પલ્મોનરી ફાઇબ્રોસિસ થતું હોય છે.

સિવિલના સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા મુજબ કોરોના દર્દીના ફેફસા, કિડની, વાલ સહિતના અંગો ફેલ થતાં હોય છે. કોરોના પછી પણ અન્ય અંગો ફેઇલ થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. અન્ય અંગો ઉપર પણ ઇન્ફેક્શન વધતું હોય છે.જેથી કોરોના મટી ગયા પછી પણ સાજા થતાં 6 થી 8 મહિના સુધીનો સમય લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here