કેન્દ્રની મોદી સરકાર ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદનારોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહ્યું છે. ખરેખર સરકાર ઈન્શ્યોરન્સ ઓમ્બુડ્સમેન રુલ્સ 2017માં સુધારો કરવા જઈ રહી છે. તેને લઈને નાણા મંત્રલયે ઈન્શ્યોરન્સ ઓમ્બુડ્સમેન રૂલ્સ 2020નો ડ્રાફ્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. નવા સુધારામાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, કોઈપણ વ્યક્તિ ઈન્શ્યોરન્સ સંબંધી ફરીયાદ ઓમ્બુડ્સમેનના કોઈપણ ઓફિસમાં ઓનલાઈન જમા કરી શકશે. સાથે જ તે પોતાની ફરિયાદને ઓનલાઈન પણ ચેક કરી શકશે. તો આવો જાણીએ તેના વિશે….
અત્યારે શું છે નિયમ
જો તમે કોઈ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદી છે, પરંતુ કેટલાક કારણોથી પોલિસીને લઈને પરેશાની છે તો તમે પોતાની ઈન્શ્યોરન્સ કંપની તેનું સોલ્યુશન નથી આપી રહી તો, આ સ્થિતિમાં તમે ઈચ્છો તો સીધા ઈન્શ્યોરન્સ રેગુલેટર IRDAI માં પણ પોતાની ફરિયાદ કરી શકે છે.
IRDAI ની કંજ્યૂમર વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, એવામાં IRDAI ના યુઝર્સ મામલાના વિભાગમાં ગ્રીવિએન્સ રિડ્રેસલ સેલ (ફરીયાદ નિવારણ કક્ષ) થી સંપર્ક કરો. તે માટે ટોલ ફ્રી નંબર 155255 અથવા 1800 4254 732 પર કોલ કરો. અથવા complaints@irda.gov.in પર એક ઈ-મેલ મોકલો.
શિકાયત ફોર્મ રેગુલેટર ની સત્તાવાર વેબસાઈટ લિંક
- https://www.policyholder.gov.in/uploads/CEDocuments/complaintform.pdf થી ડાઉનલોડ કરી કાઢો. આ ફોર્મને સારી રીતે ભરો અને તે સાથે જરૂરી ડૉક્યૂમેન્ટને અટેચ કરી પોસ્ટથી અથવા કોરિયર થકી નીચે આપવામાં આવેલ એડ્રેસ પર મોકલી દો.
- મહા પ્રબંધક, ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) યુઝર્સ મામલે વિભાગ- ફરીયાદ નિવારણ કક્ષ, સર્વે નં.- 115/1, ફાઈનેંશિયલ ડિસ્ટ્રિક્ટ, નાનકરામગુડા, ગચ્ચિબાવલી, હૈદરાબાદ- 500032.
- ઈન્ડિવિજુઅલ પોલિસી હોલ્ડર્સની ફરીયાદોને કોર્ટમાંથી બહાર પતાવવા માટે ઈન્શ્યોરન્સ ઓમ્બુડ્સમેનનું ગઠન કરવામાં આવે છે. આ રીતથી ફરીયાદોને ઓછી લાગત અને ઓછા સમયમાં પતાવી શકાય છે. policyholder.gov.in વેબસાઈટ પ્રમાણે, હાજર સમયમાં દેશની અલગ-અલગ શહેરોમાં 17 ઓમ્બુડ્સમેન કાર્યરત છે. પોલિસી હોલ્ડર ખુદ અથવા પોતાના કાયદાકીય પ્રતિનિધિ અથવા વકીલના માધ્યમથી ઈન્શ્યોરેંસ સંબંધી ફરીયાદ ઓમ્બુજ્સમેન ઓફિસમાં દાખલ કરાવી શકો છો.
હવે શું થશે
નવા નિયમો પ્રમાણે હવે કાઉંસિલ ફોર ઈંશ્યોરેંસ ઓમ્બુડ્સમેનનું ગઠન કરવામાં આવશે. આ કાઉંસિલ એક્જીક્યૂટિવ કાઉંસિલ ઓફ ઈંશ્યોરર્સની જવાબદારી નિભાવશે. કોઈપણ ઓમ્બુડ્સમેન ઓફિસમાં ઓનલાઈન ફરીયાદ દાખલ કરાવવા અને ટ્રેકિંગ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પણ બનાવવામાં આવશે.
શું થશે સામાન્ય માણસને થશે ફાયદો
એક્સપર્ટ્સનું કહેવુ છે કે, આ નિર્ણય સામાન્ય માણસ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કારણ કે, ઓનલાઈન ફરીયાદ અને ટ્રેકિંગ જેવા ફેરફાર કંજ્યૂમર ફ્રેંડલી છે. ફરીયાદકર્તાના આગ્રહ પર ઓમ્બુડ્સમેન કોઈપણ ફરીયાદ પર ઓનલાઈન સુનાવણી કરી શકશે. જોકે, આ કાઉંસિલ ફોર ઈંશ્યોરેંસ ઓમ્બુડ્સમેનની ગાઈડલાઈંસ પર નિર્ભર કરશે.