શોહરાબુદ્દીન કેસમાં જે તે સીબીઆઈના હાથા બની લાભ ખાટવા પ્રયાસો કરી ચૂકેલા શહેરના પોપ્યુલર બિલ્ડર્સના માલિકો રમણ પટેલ તેના પુત્ર મૌનાંગ પટેલ સાથે મળી પુત્રવધૂ ફિઝુને માનસિક-શારીરિક ત્રાસથી આગળ વધી તેની હત્યાનો પ્રયાસ કરતાં જ તેમના કરતૂતોનો સિલસિલાબંધ ચિઠ્ઠો ખૂલવા માંડયો હતો.

જેમાં બોગસ સહકારી મંડળીઓ રચી નિર્દોષ ખેડૂતોની જમીનો હડપી લેવી, મોકાની જગ્યાએ વિશાળ ઓફિસ ભાડે રાખી તેનો કબજો પચાવી પાડવાથી માંડી આવકવેરાની કરોડોની ચોરી કરવાના કરતૂતો ખુલ્લા પડવા માંડયા. એક પછી એક જુદા જુદા કેસમાં રમણ પટેલ, દશરથ પટેલ, તેમનાં સંતાનોએ જેલવાસ ભોગવવાનો આવ્યો છે.

રમણ પટેલની પડતીનો આરંભ પુત્રવધૂ ફીઝુને ત્રાસની ઘટનાથી થયો હતો. ફિઝુએ પોલીસમાં ફરિયાદ કરતા જ પોપ્યુલર બિલ્ડર સક્રિય થઈને ફિઝુનું અપહરણ કરીને છૂટાછેડાના દસ્તાવેજો ઉપર સહીઓ કરાવી લીધી હતી. આટલું જ નહીં ફિઝુના માસીના ઘરે કરોડો રૂપિયા મૂકી આવ્યા હતાં.

જો કે, પોલીસે રમણ પટેલ સહિતના ફોન ઓર્બ્ઝવેશનમાં મૂકીને આખો ભાંડો ફોડી નાખીને દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલને પકડી પાડયા હતા.જેના લીધે રમણ પટેલ અને મૌનાંગ પટેલને હાજર થવાની ફરજ પડી હતી.about:blankabout:blankabout:blank

પોપ્યુલર બિલ્ડરને એવુ લાગતું હતું કે, પુત્રવધૂના કેસમાં ચાર્જશીટ થયા બાદ જામીન મળી જશે પણ આવું ના થયું અને તેમને છેલ્લા ૨૫ વર્ષમાં આચેલા કૌભાંડ એક પછી ખૂલતા ગયાં હતાં અને અમદાવાદ પોલીસ ચોપડે અત્યાર સુધી સાત ગુના નોંધાઈ ગયા છે અને ૧૫ થી વધુ અરજીઓ થઈ છે. આ ઉપરાંત સુરતમાં પણ કરોડોની જમીન પચાવી પાડવાના મામલે પાંચથી વધુ થયેલી અરજીઓમાં તપાસ ચાલી રહી છે.

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની વસ્ત્રાપુરમાં પુત્રવધૂને માનસિક અને શારીરિક ત્રાસ આપીને અપહરણ કરવાનો, કરોડની જમીન પચાવી પાડવા, કરોડોની ઓફિસ પચાવી પાડવા સહિત પાંચ જેટલા ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here