રાજસ્થાનના જાલોર પાસે અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિત 3 લોકોનાં મોત થયા હતા. કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જહાજપુર જૈન મંદિરે દર્શન કરવા જતા અકસ્માત નડયો હતો. ભરત કોઠારીના મોતથી સમગ્ર જિલ્લામાં માતમ છવાયો હતો.

જીવદયા પ્રેમીનું રાજસ્થાનમાં મોત

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના જહાજપુર જૈન મંદિરે દર્શન માટે જઈ રહેલા રહેલા બનાસકાંઠાના જીવદયા પ્રેમીઓની પજેરો ગાડી પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીવદયાપ્રેમી ભરત કોઠારી સહિત પજેરો  ગાડીમાં સવાર ત્રણ જૈન અગ્રણીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જેને પગલે સમગ્ર જીવદયા પ્રેમી પરિવાર અને જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માત

પજેરો કાર પલટી જતા અકસ્માત

આ અકસ્માત એટલો ભયાનક હતો કે પજેરો ગાડી ફંગોળાઈને ઝાડીઝાંખરામાં ફેંકાઈ ગઈ હતી. અકસ્માતમાં ભરતભાઈ કોઠારી, વિમલભાઈ જૈન અને રાકેશ ધરીવાલનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે, અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટના સીસીટીવીમાં કેદ

બનાવને પગલે સ્થાનિક લોકો તુરંત ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, આ અકસ્માત પહેલાના એક વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે જેમાં બેકાબૂ થયેલી પજેરો કાર જોવા મળે છે.

જીવદયા પ્રેમી ભરત કોઠારી 40 વર્ષથી અબોલ જીવોને બચાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા હતા. તેમણે લાખો પશુઓને કતલખાને જતા અટકાવી તેમના જીવ બચાવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ ભરતભાઈ કોઠારીએ સરકાર સામે અબોલ જીવોના રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો અને સરકારે તેમની વાત સાંભળી ગુજરાત ની ગૌશાળાઓમાં ઘાસચારો અને ગ્રાન્ટ ની ફાળવણી કરી હતી.

ભરત કોઠારીના અકાળ મૃત્યુના સમાચારથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં જૈન સમાજ અને જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here