અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushantsingh Rajput) કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ એનસીબી (NCB) સતત તેની તપાસ કરી રહ્યું છે. ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલ (Arjun Rampal)નું નામ પણ બહાર આવ્યું હતું. એનસીબી (NCB)એ અર્જુનના ઘરે પણ તપાસ કરી હતી. જ્યાંથી એનસીબી(NCB)ને કેટલીક દવાઓ મળી હતી. જે બાદ અર્જુનને બે વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તાજેતરમાં અભિનેતાએ આ કેસ અંગે એક નિવેદન આપ્યું છે.

અર્જુને જણાવ્યું કે જે દવાઓ તેના ઘરમાંથી કબજે કરવામાં આવી હતી. તે તેનો કૂતરા અને તેની બહેનની હતી. કૂતરાની ટેબ્લેટ પશુચિકિત્સકના નિષ્ણાત ડોક્ટર દ્વારા પ્રીસ્ક્રાઈબ કરવામાં આવી હતી. અને તેની બહેનની ટેબ્લેટ ANXIETYની સમસ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હીના મનોચિકિત્સક દ્વારા પ્રીસ્ક્રાઈબ કરવામાં આવી હતી. પાછળથી એનસીબી (NCB)એ આ દવાઓની તપાસ કરી, જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આ દવાઓ તેના કૂતરા અને તેની બહેનની છે. અર્જુને પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે, જે શંકા દ્વારા તેમને બોલાવવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે.

અર્જુનની ગર્લફ્રેન્ડના ભાઈ એગિસિયાલોસ ડેમીટ્રિએડ્સની ધરપકડ પછી એનસીબી(NCB)એ તેના મોબાઇલની તપાસ કરી ત્યારે તેની કેટલીક ચેટ અર્જુન નામના વ્યક્તિ સાથે મળી હતી. તે ચેટમાં ડ્રગ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 9 નવેમ્બરના રોજ એનસીબી(NCB)એ અર્જુન રામપાલ(Arju  Rampal)ના બાંદ્રા મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન એનસીબી(NCB)ને માત્ર દવાઓ મળી હતી. શંકાના આધારે અર્જુનની ગર્લફ્રેન્ડ ગેબ્રીએલાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી, અર્જુનને એનસીબી ઓફિસ (NCB Office)માં બોલાવવામાં આવ્યો અને બે વખત પૂછપરછ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here