જર્મનીની લક્ઝરી કાર મેકર કંપની ઓડી નવા વર્ષમાં પોતાની સેડાન કારનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, 5 જાન્યુઆરીના રોજ Audi A4 facelift લોન્ચ થશે. કારના એક્સટીરિયર અને ઈંટીરિયરમાં ફેરફાર ઉપરાંત તેમાં 190hp ટર્બો-પેટ્રોલ એન્જિન પણ આપવામાં આવ્યુ છે, તો આવો જાણીએ આ નવી કાર વિશે વધું વિગતો…

કંપનીએ બીએસ 6 નિયમો આવ્યા બાદ ઓડી એ4નું જૂનુ મોડલ ડિસ્કંટીન્યૂ કરી દીધુ છે. ઓડિ હવે કારની ડિઝાઈનને બદલવા જઈ રહ્યુ છે. જે પહેલાથી હવે પહોળી અને તેમાં સિંગલ ફ્રેમ ગ્રિલ, DRL ની સાથે નવા હૈડલેંપ્સ, નવા ફ્રંટ અને રિયર બંપર તથા રિશેપ્ડ ટેલલૈંપ્સ આપવામાં આવ્યા છે. કારનું ઈંટીરિયર ઘણા બધા અંશે જૂની ગાડી જેવુ જ હશે. જો કે, તેમાં 10.1 ઈંચનું નવું ટચસ્ક્રિન ઈંફોટેનમેંટ સિસ્ટમ મળી શકે છે.

આ કારની કિંમત 5 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. જે બે વેરિએંટ-પ્રીમિયમ પ્લસ અને ટેક્નોલોજીમાં આવશે. ફેસલિફ્ટ મોડલનું બુકીંગ ભારતમાં શરૂ થઈ ગયુ છે. ગ્રાહક ઓડી ઈંડિયાની વેબસાઈટ પર 2 લાખ રૂપિયાનું અમાઉંટ આપીને તેને બુક કરાવી શકે છે. કારના ટોપ મોડલમાં વર્ચુઅલ કોકપિટ નામનું ડિજીટલ ઈંસ્ટ્રૂમેંટ કલ્સ્ટ્ર, ઓલ એલઈડી હેડલેંપ્સ, મલ્ટી જોન ક્લાઈમેંટ કંટ્રોલ અને એંબિએંટ લાઈટીંગ જેવી ફિચર્સ પણ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here