હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.પાલનપુરની સિવિલ હૉસ્પિટલમાંથી એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેની ચારેય બાજુ ટીકા થઈ રહી છે. આ ઘટનાની નોંધ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ લેવામાં આવી છે. આ મામલે રાષ્ટ્રીય આયોગે કલેક્ટરની સાથે વાતચીત કરીને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.

ઘટના મુજબ, એક ડૉક્ટરે મહિલાના ગર્ભાશયનું ઑપરેશન કર્યું હતું. ત્યારબાદ વાહવાહી મેળવવા માટે ઑપરેશનના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. ડૉક્ટરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું હતું કે, દર્દીના ગર્ભાશયની કોથળી ફાટી જતાં તાત્કાલિક ઑપરેશન કરીને માતાની જિંદગી બચાવવામાં આવી હતી.

પરેશનના 24 કલાકમાં થયું મહિલાનું મોત:
પાલનપુર સિવિલ હૉસ્પિટલના ગાયનેક ડૉક્ટર રાહુલ પટેલે એક મહિલાના ગર્ભાશયનું ઑપરેશન કર્યું હતું. ઑપરેશન દરમિયાન લેવામાં આવેલ તસવીરો સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવા માટે મૂકી હતી. આમ કરીને તબીબે વાહવાહી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

જો કે, ઑપરેશનના માત્ર 24 કલાકમાં મહિલાનું અવસાન થયું હતું. ડૉક્ટરના આવા કૃત્યની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. પરિવારના લોકોને આ વાત ધ્યાનમાં આવતા તેમણે ડૉક્ટરની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.

આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કર્યાં પછી મહિલા આયોગે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને આ કેસમાં ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ મામલે ડૉક્ટરની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

ડૉક્ટરને નોટિસ પાઠવવામાં આવશે :
આ મામલે પાલનપુર સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ભરત મિસ્ત્રીએ કહ્યું હતું કે, ઑપરેશન દરમિયાન લીધેલ ફોટો ડૉક્ટર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. આ કેસમાં ડૉક્ટરને નોટિસ પાઠવીને ખુલાસો પૂછવામાં આવશે. આ મામલે અમને કોઈ યોગ્ય પ્રત્યુતર ન મળે તો ડૉક્ટર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

આની સાથે જ જણાવ્યું હતું કે, ડૉક્ટર ભરત પટેલ બનાસ મેડિકલ કૉલેજ ટ્રસ્ટ તરફથી પગાર મેળવે છે. મારી જાણ મુજબ સૂચના પછી તસવીરો હટાવી દેવામાં આવી છે. કોઈપણ દર્દીના ઑપરેશનને લગતા ફોટો દર્દીની મંજુરી વિના સોશિયલ મીડિયામાં જાહેર કરવા યોગ્ય નથી. ફોટો મૂકવા હોય તો દર્દીની મંજુરી લેવી જરૂરી છે. ડૉક્ટર ભરત પટેલે અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ફોટો મૂક્યા છે તેની તપાસ પછી અમે પગલાં ભરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here