Xiaomi નવા વર્ષમાં ત્રણ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેની પુષ્ટી ખુદ રોદ યોંગએ કરી છે. જોકે, ડિસ્પ્લે સપ્લાઈ ચેનના CEO છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યુ છે કે, Xiaomi ના ફોલ્ડેબલ ફોનનું પ્રોડક્શન ચાલી રહ્યું છે. યોંગે પોતાના એક ટ્વીટમાં કહ્યું કે, સેમસંગ ગેલેક્સી ફોલ્ડ 3 ની બંને ડિસ્પ્લે નાની છે. જણાવી દઈએ કે, Xiaomi સિવાય Samsung અને Oppo જેવી કંપનીઓ પણ નવા વર્ષણાં ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે.
યોંગના ટ્વીટ પ્રમાણે Xiaomi નવા વર્ષ 2021માં ત્રણ ફોલ્ડેબલ સ્માર્ટફોની સાથે બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. Xiaomi ની યાદીમાં ત્રણ ડિઝાઈનવાળા ફોન છે. જેમાં આઉટ ફોલ્ડિંગ અને ક્લેમશેલ સામેલ છે. એક અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, Xiaomi એ ફોલ્ડેબલ ફોનની ડિસ્પ્લે માટે Samsung અને LG સાથે ડીલ કરી છે.
OLED રિસર્ચ ફર્મ UBI પ્રમાણે Samsung Galaxy Z Flip 2 માં 6.7 ઈંટની ઈન્ટરનલ ડિસ્પ્લે હશે, પરંતુ એક્સટર્નલ ડિસ્પ્લેની સાઈઝ 3 ઈંચની હશે. તો રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, Galaxy Z Fold માં 7 ઈંચ અને 4 ઈંચની બે ડિસપ્લે મળશે.
Xiaomi ના અપકમિંગ ફોલ્ડિંગ ફોનને લઈને કોઈ ખાસ જાણકારી તો ઉપલબ્ધ નથી, પરંતુ આ નક્કી છે કે, Samsung થી કડક મુકાબલો થવાનો છે. કારણ કે, ફોલ્ડેબલ ફોનના બજારમાં આ સમયે સૌથી મજબૂત ખેલાડી સેમસંગ જ છે.