પાકિસ્તાનનાં બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા એક આતંકવાદી હુમલામા 7 પાકિસ્તાની નાગરિકોનાં મોત થયા છે, પાકિસ્તાની સેનાએ રવિવારે જણાવ્યું કે આતંકવાદીઓએ કાલે મોડી રાત્રે હરનઇ વિસ્તારમાં ફ્રન્ટિયર કોરની એક ચોકી પર ફાયરિંગ કર્યું.બંને તરફથી થયેલા ફાયરિંગમાં 7 જવાનો માર્યા ગયા, આ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા માટે બહાર જવાનાં તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે, વ્યાપક સ્તરે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.

આતંકવાદી

5 દિવસ પહેલા જ સુરક્ષા દળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યા

પાક સેનાએ કહ્યું કે દેશ વિરોધી શક્તિઓનાં સમર્થનથી આવા કાયરતાપુર્વકનાં કૃત્યથી બલુચિસ્તાનમાં ખુબ જ જહેમતથી જાળવી રાખવમાં આવેલી શાંતિ અને સમૃધ્ધીને નષ્ટ નહીં કરવામાં દેવામાં આવે.અત્રે ઉલ્લેખનિય છે કે 5 દિવસ પહેલા જ સુરક્ષા દળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યા હતાં, ત્યાંર બાદ હુમલાની આ ઘટના બની છે, બલોચ રાષ્ટ્રવાદી સંગઠન સાથે સંકળાયેલા આંતંકવાદીઓ રાજ્યમાં નિયમિત રૂપે હુમલા કરતા રહે છે. પીએમ ઇમરાન ખાને પણ સૈનિકોનાં મોત બદલ દુખ વ્યક્ત કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here