બનાસકાંઠાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાભર પાસે આવેલા ખારા ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં ચારના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં બે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ અને કારમાં સવાર ડ્રાઈવરનું મોત થયુ. મૃતકમાં ત્રણ ભાંભર અને એક ડિસાના શખ્સનો સમાવેશ થાય છે. ત્યારે અકસ્માતના પગલે ખારા ગામમાં માતમનો માહોલ છવાયો છે.
ગામમાં માતમનો માહોલ છવાયો

ત્રણ ભાંભર અને એક ડિસાના શખ્સનો સમાવે

- ભાભરના ખારા ગામ ના પાટીયા પાસે રાત્રી દરમિયાન ગમખ્વાર અકસ્માત…
- ચાર ના મોત બે ઘાયલ
- મોટર સાયકલ અને સ્વીફટ કારના ડ્રાઈવરનું કરૂણ મોત.
- મોટર સાયકલ પર સવાર ત્રણેયના મોત