અમદાવાદ મ્યુનિ.ની ફેબુ્રઆરીમાં આવી રહેલી ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ મુખ્ય પક્ષોની સાથે આપ અને ઔવેસીની પાર્ટી પણ ઝંપલાવશે, તેવા ઊભા થયેલા સંકેતોએ રાજકિય સમીકરણોને નવો ચેઇન્ઝ આપવા માંડયો છે. છેલ્લી ત્રણ ટર્મથી એટલે કે 2005થી મ્યુનિ.માં ભાજપનો દબદબો રહ્યો છે. હાલ અન્ય પક્ષો કરતાં વધુ તૈયારીઓ ભાજપમાં જોવા મળે છે. ભાજપની મીટીંગોમાં 172 પ્લસ બેઠકોનો ટાર્ગેટ ગાજતો  થયો છે.

ભાજપની મીટીંગોમાં 172 પ્લસ બેઠકોનો ટાર્ગેટ ગાજતો  થયો

મ્યુનિ.ના 48 વોર્ડમાં કુલ બેઠકો 192 છે. ગઇ ચૂંટણીમાં 142 ભાજપને અને 50 બેઠકો કોંગ્રેસને મળી હતી. તે સમયે પાટિદાર આંદોલનની તિવ્રતા વધુ હોવાથી કોંગ્રેસને 15 જેટલી બેઠકોનો ફાયદો થયો હતો. આ વખતે કોઇ આંદોલનની અસર નથી. ભાજપ સામે એન્ટી-ઈન્કમ્બન્સીની અસર છે, પણ તેનો લાભ લેવા માટેની આક્રમકતા કોંગ્રેસમાં દેખાતી નથી. જેના કારણે ભાજપના એક નેતાએ 172 પ્લસની વાત કરી ત્યારે પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે 192 કેમ નહીં ? જેના જવાબમાં એક આગેવાને કહ્યું હતું કે 24 બેઠકો લઘુમતિના વિસ્તારોની હોવાથી ત્યાં તકલીફ પડે તેમ છે.

24 બેઠકો લઘુમતિના વિસ્તારોની હોવાથી ત્યાં તકલીફ પડે તેમ છે

ઉપરાંત પ્રદેશ પ્રમુખે સંગઠનમાં હોદ્દો ધરાવનારે ટિકિટની માગણી કરવી જ નહીં, તે મતલબના કરેલાં નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આ ગણતરી મુજબ તો ભાજપના પાંચ સર્વોચ્ચ હોદ્દેદારો હતા તેમાંથી જ 4 કપાઇ જાય તેમ છે. (1) પૂર્વ મેયર બિજલ પટેલ હાલ પ્રદેશમાં પ્રવાકતા છે. (2) પૂર્વ ડે. મેયર દિનેશ મકવાણા અનુસૂચિત મોરચાના હોદ્દેદાર છે. (3) અગાઉના નેતા અમિત શાહ આણંદ જિલ્લાના પ્રભારી છે. (4) પૂર્વ દંડક રાજુભાઇ ઠાકોર બક્ષીપંચ મોરચાના હોદ્દેદાર છે. બીજું મેયરપદ અનુસૂચિત જાતિ માટે અનામત આવશે તેમ જણાય છે, જો કે જાહેરનામું બહાર પડે ત્યારે જ તેની વિધીવત ખબર પડશે. બીજી તરફ આ હોદ્દેદારો પૈકી મોટાભાગનાએ ટિકિટ માગી જ છે.

ભ્રષ્ટાચારના છાંટા ઊડયા હોય તેમને કાપવાની વાત હોવાથી કેટલાંકની ધડકન વધી

બીજું ભ્રષ્ટાચારના છાંટા ઊડયા હોય તેમને કાપવાની વાત હોવાથી કેટલાંકની ધડકન વધી ગઇ છે. કોટ વિસ્તારના કોર્પોરેટરોમાં મોટા ફેરફારોની શક્યતા છે. ગયા વખતે 142 કોર્પોરેટરો ચૂંટાયા હતા, તેમાંથી 60થી વધુ નવા નામોની સંભાવના છે. 45 બેઠકો પર તો નવા ફેરફાર મુજબની અનામતના કારણે જુના કોર્પોરેટરો કપાવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here