કોરોનાની મહામારીમાંથી ઉગરવા માટે સમગ્ર યુરોપિયન યુનિયનેઅત્યારે બાંયો ચડાવી છે અને સમગ્ર ખંડમાં આજથી રસીકરણની શરૂઆત થઇ છે. પ્રથમ તબક્કામાં સ્વાસ્થયકર્મીઓ અને વૃદ્ધોને રસી આપવામાં આવશે.જો કે કેટલાંક દેશોમાં ગઇકાલે જ રસી આપવાની શરૂઆત થઇ ચૂકી હતી પરંતુ આજે યુરોપિયન યુનિયનના 27થી પણ વધુ દેશોએ ‘વિજ્ઞાાનમાં વિશ્વાસ રાખો’ના સૂત્ર સાથે રસીકરણની શરૂઆત કરી હતી અને સંયુક્ત રીતે એવો સંદેશો પહોંચાડયો હતો કે રસીકરણ સુરક્ષિત છે અને યુરોપ જલદીથી આ મહામારીમાંથી બહાર આવશે.

કોરોના

બાયોએનટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી રસી યુરોપિયન યુનિયનની વિવિધ હોસ્પિટલોમાં પહોંચી

અમેરિકન ફાર્મા કંપની ફાયધર અને જર્મન ફાર્મા કંપની બાયોએનટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી રસી શુક્રવારે બેલ્જીયમની ફેક્ટરીમાંથી સુપર કોલ્ડ સ્ટોરેજમાં પેક થઇ યુરોપિયન યુનિયનની વિવિધ હોસ્પિટલોમાં પહોંચી હતી. પહેલી ખેપમાં તમામ દેશોને જરૂરિયાત પૂરતી અને ઓછી રસીનો સ્ટોક અપાયો છે. તમામ દેશોને દસ હજારથી ઓછી રસી આપવામાં આવી છે.

આજે રસી લેનારાં તમામ વ્યક્તિઓને ત્રણ અઠવાડિયા બાદ બીજો ડોઝ આપવામાં આવશે.યુરોપિયન યુનિયનના એક્ઝિક્યુટિવ કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેેનનું કહેવું છે કે વર્ષ 2021માં યુરોપના તમામ નાગરિકોની જરૂરિયાત કરતા પણ વધુ રસીનો સ્ટોક યુરોપિયન યુનિયન પાસે છે.

કોરોના

પ્રથમ તબક્કમાં સ્વાસ્થયકર્મીઓ અને વૃદ્ધોનું રસીકરણ

રોમની સ્પાલાન્ઝાની ઇન્ફેક્ટિયસ ડિસીઝ હોસ્પિટલમાં સૌપ્રથમ રસી લેનારી 29 વર્ષીય નર્સ ક્લાઉડીયા અલિનેરનીનીનું કહેવું છે કે આજે અહીંયા હુ એક નાગરિક તરીકે આવી છું અને સ્વાસ્થયકર્મીઓનું પ્રતિનિધિત્વ પણ કરૂં છે. હું રસી લઇ સ્વાસ્થયકર્મીઓ વતી એવો સંદેશો વહેતો કરવા માગું છું કે અમે વિજ્ઞાાનમાં વિશ્વાસ રાખીએ છીએ.ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ સેબાશ્ચિયન ક્રૂઝે રસીકરણ અભિયાન વિશે નિવેદન આપ્યું છે કે આ અભિયાન ગેમ ચેન્જર સાબિત થશે. આ મહામારીનો અંત નથી પરંતુ આપણાી વિજયકૂચની શરૂઆત છે.

યુરોપિયન યુનિયનના 27થી વધુ દેશોમાં 1,60,00,000થી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે અને 33,600 લોકોના મૃત્યુ થયા છે. સ્પેઇન, ઇટાલી, ચેક રિપબ્લિક સહિતના દેશોમાં આ કોરોનાના કારણે તમામ રીતે ફટકો પડયો છે. આજે રસીકરણની શરૂઆતમાં ઘણાં દેશોના વડાઓ અને મહત્વાના નેતાઓએ પણ રસીનો ડોઝ લઇ સંદેશો આપ્યો હતો કે રસીકરણ જ અત્યારે એકમાત્ર ઉપાય છે અને આ પદ્ધતિ સુરક્ષિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here