દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ ફેલાયેલો છે, ત્યારે લોકો તેનાથી બચવા માટે હવે વેક્સિનની રાહ જોઈએ રહ્યા છે. હજુ સફળ વેક્સિનના કોઈ પરિણામો નથી મળ્યા ત્યારે લંડનની અંદર આવતા મહિને હ્યુમન ચેલેન્જ ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે જેમાં 2500 બ્રિટિશરો જાણી જોઈને કોરોના સંક્રમિત થઈને આ ટ્રાયલમાં ભાગ લેવાના છે.

આ ટ્રાયલની અંદર પહેલા સ્વસ્થ્ય લોકોને કોરોના પોઝિટિવ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને વેક્સીન આપવામાં આવશે. તેમના પરિણામને મોનિટર કરવામાં આવશે કે આ વેક્સીન કામ કરી રહી છે કે નહિ.

આ ટ્રાયલમાં ભાગ લેનારા લોકોની ઉંમર 18થી 30 વર્ષ વચ્ચેની હશે. આ ઉંમરના લોકોમાં કોરોનાથી મૃત્યુનો ખતરો ઓછો હોય છે. તેમને રોયલ ફ્રી હોસ્પિટલમાં રાખવામાં આવશે. આ એક્સ્પીરિમેન્ટ 2-3 અઠવાડિયા સુધી ચાલવાનું છે જેના માટે ટ્રાયલમાં જોડાયેલા લોકોને 4000 પાઉન્ડ એટલે કે ભારતીય રકમ અનુસાર લગભગ 4 લાખ રૂપિયા આપવામાં આવશે.