ભારત-ઓસ્ટ્રોલિયા વચ્ચેની બીજી ટેસ્ટ અત્યંત રસાકસી ભરી રહી હતી. આ ટેસ્ટ મેચને ભારતે જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 8 વિકેટથી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગમાં ભારતીય ઘાતક બોલરોનો સામનો કરી શકી નહી અને યજમાન ટીમ 200 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રિત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી. બીજી તરફ ઉમેશ યાદવને એક વિકેટ મળી હતી. વિરાટની સેનાએ મેલબોર્ન ટેસ્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે.

વિરાટની સેનાએ મેલબોર્ન ટેસ્ટ જીતીને ઈતિહાસ રચ્યો

ભારતીય ઘાતક બોલરોનો સામનો કરી શકી નહી અને યજમાન ટીમ 200 રન પર ઓલઆઉટ થઈ ગઈ

મેલબર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે જીત દાખવી દીધી છે. બીજ ઈનિંગમાં બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ વિકેટ ગુમાવીને જીત પ્રાપ્ત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

મેલબર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતને ક્યારે ક્યારે મળી જીત

  1. ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રનોથી હરાવ્યું- વર્ષ 2018
  2. ભારતે ઓસ્ટ્રેલિયાને 59 રનોથી હરાવ્યું- વર્ષ 1981
  3. ભારતે ઓસ્ટ્રેલિયાને 222 રનોથી હરાવ્યું- વર્ષ 1978

મેલબર્ન ટેસ્ટ જીતીને એડિલેડની હારનો બદલો લઈ લીધો

એડિલેડમાં ઓસ્ટ્રેલિયન ટીમે વિરાટની સેનાને ખરાબ રીતે હરાવ્યા હતા. પરંતુ મેલબોર્નમાં અંજિક્ય રહાણેને કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનસી મળીતો તેમણે કાંગારુઓથી 10 જ દિવસમાં હારનો બદલો લઈ લીધો, એડિલેડની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ માત્ર 36 રન પર ઓલઆઉટ કરીને 8 વિકેટથી મેચ જીતી હતી. પરંતુ મેલબોર્ન ટેસ્ટમાં રહાણેની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદશર્ન કરતા વાપસી કરી છે, અને કાંગારૂને તેમના જ ગઢમાં ધૂળ ચાટતા કરી દીધા, અને મેલબર્ન ટેસ્ટ જીતીને એડિલેડની હારનો બદલો લઈ લીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here