કર્ણાટક વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને જેડીએસ નેતા એસ.એલ. ધર્મેગૌડાએ આપઘાત કર્યો. ચિકમગલૂરના કડુર પાસે રેલવે ટ્રેક નીચે આવી તેમણે જીવન ટુંકાવ્યુ. પોલીસને ધર્મેગૌડાના શરીરના બે ટુકડા મળ્યા હતા.. આ સાથે પોલીસે સ્યુસાઈડ નોટ પણ જપ્ત કરી છે. જેમા 15મી ડિસેમ્બરે બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓએ ધર્મેગૌડા સાથે ધક્કામુક્કી કરી મારામારી કરી હતી.
પોલીસે સ્યુસાઈડ નોટ પણ જપ્ત કરી
વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓએ ધર્મેગૌડા સાથે ધક્કામુક્કી કરી મારામારી કરી

જેથી તેઓ છેલ્લા ઘણાં દિવસથી પરેશાન હતા. 15મી ડિસેમ્બરે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. કોંગ્રેસ ચેરમેનનો વિરોધ કરી રહી હતી, અને હોબાળો એટલો વધ્યો કે કોંગ્રેસના વિધાન પરિષદ સદસ્યોએ ડેપ્યુટી ચેરમેનને ખુરશીથી ખેંચીને હટાવી દીધા હતા. આ દરમ્યાન કોંગ્રેસ અને બીજેપીના સાંસદો વચ્ચે જબરદસ્ત ધક્કામુકી સર્જાઈ હતી. આ પ્રકારની ઘટનાથી લોકશાહીનું સંપૂર્ણ પણે ચિરહરણ થયું હતું.
એચડી કુમારસ્વામી નજીકના વિશ્વાસપાત્ર
ભાજપે કોંગ્રેસના કેટલાંક વિધાન પરિષદ સભ્યો (એમએલસી)ને બરતરફ કરવા અને હોબાળા માટે અધ્યક્ષને બરખાસ્ત કરવાની માગને એક મોટો મુદ્દો બનાવ્યો હતો. જણાવી દઇએ કે ધર્માગૌડાને ડિસેમ્બર 2018માં ઉપાધ્યક્ષ રૂપે નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા હતા. તેના ભાઇ એસએલ ભોજે ગૌડા પણ એમએલસી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી નજીકના વિશ્વાસપાત્ર છે.