દેશભરમાં ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ઘટના અંગે કેન્દ્રનાં મહિલા અને બાળકલ્યાણમંત્રી સ્મૃતિ ઈરાનીએ ગાંધીનગર ખાતે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે હાથરસમાં જે ઘટના બની છે એ નિંદનીય છે. આ ઘટનામાં યોગીસરકારે CBI તપાસના આદેશ આપ્યા છે અને SITની રચના કરવામાં આવી છે. આ પ્રકારની ઘટનામાં રાજકારણ થવું ન જોઈએ. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને સરકારના એક મંત્રી હોવાને કારણે આ બાબતે કંઈપણ બોલવું અયોગ્ય છે. SITના રિપોર્ટના આધારે જે પણ અધિકારી જવાબદાર હશે તેની સામે પગલાં ભરવામાં આવશે.

નિર્ભયાકાંડ વખતે સ્મૃતિ ઈરાનીએ મનમોહન સિંહને બંગડી મોકલી હતી
2012માં દિલ્હીમાં બનેલા નિર્ભયાકાંડ બાદ ભાજપ દ્વારા પ્રચંડ વિરોધ કરાયો હતો. એ સમયની યુપીએ સરકાર અને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ સામે સવાલો ખડા કર્યા હતા. એ સમયે ભાજપનાં નેતા સ્મૃતિ ઈરાનીએ મહિલાઓની સુરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ હોવાનું કહી તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને બંગડીઓ મોકલી હતી. આજે જ્યારે યુપીમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે હાથરસમાં બનેલી ઘટના અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મહિલા અને બાળકલ્યાણમંત્રી સ્મૃતિ ઈરાની આ પ્રકારની ઘટના અંગે રાજકારણ ન થવું જોઈએ એમ કહી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here