ભારતીય વિમા નિયામક અને વિકાસ ઓથોરિટી (ઇરડા)એ યાત્રા વિમાનાં માપદંડ અંગેની ગાઇડલાઇન્સની દરખાસ્ત રજુ કરી છે, તેમનો હેતુ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય યાત્રા દરમિયાન વીમા કવરેજ, તેની મર્યાદાથી બહારની ચીજો તથા કરવેજની શરતોમાં એકરૂપતા લાવવાનો છે, યાત્રા વિમા પોલીસીની મર્યાદામાં વિમાન ચુકી જવું, ચેક-ઇન સામાન ગાયબ થવો, યાત્રામાં વિલંબ થવો અને પાસપોર્ટ ગુમ થવા સહિતનો સમાવેશ કરાયો છે.

પોલીસી

માનક યાત્રા વીમા પોલીસી પર ગાઇડલાઇન્સનો મુસદ્દો જારી

નિયામકે સોમવારે માનક યાત્રા વીમા પોલીસી પર ગાઇડલાઇન્સનો મુસદ્દો જારી કરતા કહ્યું કે તેનાથી માનક યાત્રા વીમા ઉત્પાદન ઉપલબ્ધ હશે, તે હેઠળ સમગ્ર ઉદ્યોગમાં વીમા યાત્રા કવરેજ અને તેની શબ્દાવલી સમાન હશે.

ઇરડાએ તેના મુસદ્દા પર 6 જાન્યુઆરી 2021 સુધી પોલીસી ધારકો પાસે ટીપ્પણીઓ માંગી છે, તેની માનક શરતો, ગ્રાહક સુચના શીટ અને ફાઇલ ફોર્મેટનો ઉપયોગનો સમાવેશ થાય છે, મુસદ્દામાં યાત્રા વીમાની મર્યાદામાં કઇ ચીજો આવશે અને કઇ તેનાથી બહાર રહેશે, તેનું વિવરણ છે.

પોલીસી

વીમા પોલીસી ધારકને પોલીસી રકમનાં બરાબરનાં વળતર

મુસદ્દાનાં અનુસાર જો વીમા પોલીસી ધારક વ્યક્તિ વિદેશમાં દુર્ઘટનાનો શિકાર થાય છે અને દુર્ઘટનાનાં 365 દિવસોની અંદર તેનાં મૃત્યુનું એક માત્ર કારણ તે એક માત્ર કારણ હોય તો વીમા કંપની વીમા પોલીસી ધારકને પોલીસી રકમનાં બરાબરનાં વળતરની ચુકવણી કરશે.જો દુર્ઘટનામાં મૃત્યું 18 વર્ષથી ઓછી વયની વ્યક્તીનું થાય તો વીમા કંપની પર મહત્તમ ચુકવણી વીમા રકમનાં 50 ટકા થશે. વીમા ધારકનું મોત યાત્રા દરમિયાન થઇ જાય છે તો તેનાં પરિવારને 365 દિવસની અંદર વળતર ચુકવી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here