દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ પંજાબમાં પ્રાઈવેટ સેક્ટરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેમાં પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે મોબાઇલ ટાવર્સને નિશાન બનાવનારા સામે કડક કાર્યવાહી કરવા પોલીસને નિર્દેશ આપ્યા છે. પંજાબમાં ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં 1,500 થી વધુ મોબાઇલ ટાવરોને નિશાન બનાવ્યા હતા જેના કારણે રાજ્યમાં ટેલિકોમ સેવાઓ બંધ થઈ હતી.

1,500 થી વધુ મોબાઇલ ટાવરોને નિશાન બનાવ્યા હતા જેના કારણે રાજ્યમાં ટેલિકોમ સેવાઓ બંધ થઈ

સોમવારે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 1,561 મોબાઇલ ટાવર્સને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે. રાજ્યના 22 જિલ્લામાં કુલ 21,306 મોબાઇલ ટાવર્સ છે. અમરિન્દરસિંહે જણાવ્યુ હતુ કે આ અંગે ઘણી વખત અપીલ કરી હતી. પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી.આને કારણે, તેઓએ પોતાનું વલણ કડક અપનાવવુ પડ્યુ હતું.

22 જિલ્લામાં કુલ 21,306 મોબાઇલ ટાવર્સ

ખેડૂતો સરકારની સાથે પહેલા ૨૯મી તારીખે બેઠક યોજવા માટે તૈયાર હતા, જોકે અચાનક સરકારે ૩૦મી તારીખે બેઠક યોજવાનું નક્કી કર્યું છે. જ્યારે આ તારીખે ખેડૂતો કેટલાક વિસ્તારોમાં મોટી ટ્રેક્ટર રેલી યોજવાના છે. સરકારે ૪૦ સંગઠનોને જે પત્ર લખ્યો છે તેમાં કહ્યું છે કે અમે ખુલ્લા મને ખેડૂતોની સાથે કોઇ પણ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. ખેડૂતોએ જે પણ માગણીઓ કરી છે તેના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. જોકે સરકારના આ પત્ર પર ખેડૂત સંગઠનોએ સવાલ ઉઠાવ્યો છે. ભારતીય કિસાન યુનિયનના નેતા નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે જો સરકાર કૃષિ કાયદા પરત નહીં લે તો આંદોલનકારી ખેડૂતો પણ પોતાના ઘરે પરત નહીં જાય. 

સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે મોબાઇલ ટાવર્સને નિશાન બનાવનારા સામે કડક કાર્યવાહી કરવા પોલીસને નિર્દેશ આપ્યા

ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટીએ કહ્યું છે કે સરકારના પત્રમાં કઇ જ નવું નથી, સરકાર સમગ્ર મામલાનું નિરાકરણ જ લાવવા નથી માગતી તે સ્પષ્ટ થાય છે. કાયદા પરત લેવા, ટેકાના ભાવ માટે કાયદાકીય ખાતરી આપવી, પરાળી સળગાવવાના કડક કાયદામાં સુધારા કરવા, વિજળી બિલમાં સુધારા કરવા આ અમારી મુખ્ય માગણીઓ છે. જે અંગે સરકાર નિરસ જોવા મળી રહી છે. સરકાર નિરાકરણ લાવવાને બદલે ખેડૂતોને બદનામ કરવાના પ્રયાસો કરી રહી છે. ખેડૂતો સરકાર સાથે ૩૦મી ડિસેમ્બરે વાતચીત કરવા માટે તૈયાર છે પણ પોતાની માગણીઓને લઇને પાછીપાની નહીં કરે. કિસાન સભાના નેતા બન્નાન મોલ્લાએ કહ્યું કે ખેડૂતો દિલ્હીમાં વેકેશન મનાવવા નહીં પણ સરકાર પાસેથી જવાબ લેવા માટે આંદોલન પર બેઠા છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here