ગુજરાતમાં સૂર્ય ઉર્જાના વપરાશને વધુ પ્રોત્સાહન આપવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવી સોલાર પાવર પોલિસીની જાહેરાત કરી છે. સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી નવી સોલાર પાવર પોલિસી-2021ની જાહેરાત કરી છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે નવી સોલાર પાવર પોલિસી 5 વર્ષ સુધી રહેશે. નવી પોલિસીને કારણે પાવર કોસ્ટ નીચી આવશે. હાલમાં પાવર કોસ્ટ 8 રૂપિયા પ્રતિ યુનિટ છે. જ્યારે કે નવી પોલિસી બાદ પાવર કોસ્ટ લગભગ 4.50 રૂપિયા રહેશે પરિણામે ઉત્પાદન ખર્ચ પણ ઘટશે. સીએમે જણાવ્યું કે નવી સોલાર પોલિસીને કારણે નાના અને મોટા ઉદ્યોગકારોને ઘણો ફાયદો થશે.

સીએમે જણાવ્યું કે નવી સોલાર પોલિસીને કારણે નાના અને મોટા ઉદ્યોગકારોને ઘણો ફાયદો થ

નવી પોલિસી બાદ પાવર કોસ્ટ લગભગ 4.50 રૂપિયા રહેશે પરિણામે ઉત્પાદન ખર્ચ પણ ઘટશે.

દેશમાં સૌ પ્રથમ સોલાર પોલિસીની સાથે સાથે “સૂર્ય ગુજરાત યોજના” પણ શરૂ કરી છે. પાટણ જિલ્લામાં ચારણકા સોલાર પાર્કની ક્ષમતા વધારવાની સાથે સાથે ધોલેરામાં પણ ૧૦૦૦ મેગાવોટનો સોલાર પાર્ક તથા ૭૦૦ મેગાવોટના રાધાનેસડા સોલાર પાર્ક નિર્માણાધિન છે. આ રીતે ગુજરાતે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ અનોખું સ્થાન બનાવ્યું છે.

સોલાર પોલીસી અંતર્ગત મહત્વના પ્રોત્સાહનો

  • રાજ્યમાં કોઈપણ વ્યક્તિ / ડેવલોપર / ઉદ્યોગ પોતાની જમીન અથવા પ્રીમાઈસીસમાં કોઈપણ પ્રકારની લીમીટ વિના પોતાની જરૂરિયાત મુજબ સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે
  • સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગ સેંકશન્ડ લોડ / કોન્ટ્રેક્ટ ડિમાન્ડના 50% ની હાલની લિમિટ દૂર કરાઈ
  • ગ્રાહકો તેમની છત / જગ્યા પર સોલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકશે: તેમની છત / જગ્યા જે તે પરિસરમાં વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે
  • વીજ કંપનીઓને PPA માટે આપવાની સિક્યોરીટી ડિપોજીટની રકમ પ્રતિ મેગાવોટ રૂ 25 લાખથી ઘટાડીને રૂ 5 લાખ પ્રતિ મેગાવોટ કરાઈ
  • નવી સોલર પાવર પોલીસ પાંચ વર્ષ એટલે કે ૩૧-૧૨-૨૦૨૫ સુધી કાર્યરત રહેશે: આ નીતિ હેઠળ સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સના લાભો 25 વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે
  • એકથી વધારે ગ્રાહકોનું જુથ પોતાના કેપ્ટિવ વપરાશ માટે સામૂહિક મૂડીરોકાણથી સોલર પ્રોજેક્ટ સ્થાપીને તેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે.

ગુજરાતે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ અનોખું સ્થાન બનાવ્યું


તેમણે ઉમેર્યુ કે, રીન્યુએબલ એનર્જી માટે ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઇ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીએ કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ખાતમૂહુર્ત પણ કર્યુ છે. આ હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપશે. તેમણે કહ્યું કે, ૩૦ ગીગાવોટનો આ પાવર પ્લાન્ટ શરૂ થવાથી ૬૦,૦૦૦ મિલિયન યુનિટથી વધુ ક્લીન અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન થશે. જેનાથી કાર્બનના ઉત્સર્જનમાં ૬૦ મીલીયન ટન જેટલો ઘટાડો થશે. એટલું જ નહી ૪૦ મિલીયન ટન કોલસાની પણ બચત થશે અને વાર્ષિક ૨૫ હજાર લોકોને રોજગારી મળશે. ગુજરાતની સાથોસાથ અન્ય રાજ્યોને પણ ઊર્જા પૂરી પડાશે તથા અન્ય રાજ્યોને પણ ઊર્જા ની સાથે સાથે અન્ય ઉદ્યોગ ગૃહોને રોજગારી માટે મદદ પણ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here