અમદાવાદ પોલીસ બેડામાં એક એજન્સી આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ એજન્સીની કામગીરી તો ઠીક પરંતુ પોલીસ વિભાગમાં પણ રાજકારણીઓ ને શરમાવે એવી રીતે એજન્સીના કહેવાતા “વડા”વર્તી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એ અધિકારીની કામગીરીથી અન્ય અધિકારીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ઉપરી અધિકારીના આશીર્વાદથી લોલમલોલ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે આ અધિકારી શહેરના અધિકારીઓ સાથે સેટિંગ કરવા ફરી રહ્યા છે અને જો સેટિંગ ન બેસે તો તેમના વિસ્તારમાં દારૂ જુગારના કેસ કરી દેવાય છે.
ઉપરી અધિકારીના આશીર્વાદથી લોલમલોલ ચાલી રહ્યું છે
- શહેરની એક એજન્સી વિવાદમાં
- પોલીસ વિભાગનો અંદર અંદર નો વિવાદ ચર્ચા પર
- આ એજન્સીએ મોટા મોટા વહીવટદારો ને લઈ લીધા એજન્સીમાં
- અનેક દારૂના કેસ હુંસાતુસી માં કરાયા
- પોતાનું પેટ ન ભરી આપનાર અધિકારીઓને હાંસિયામાં ધકેલી દેવાય છે
શહેરની એક એજન્સી વિવાદમાં
અમદાવાદ શહેરમાં ગુનાખોરી બેફામ બની ગઈ છે.દારૂબંધીનો કાયદો લાગુ થયો ત્યારથી માત્ર કાગળ પરનાં વાઘ સમાન છે તો વરલી મટકા અને જુગારના સ્ટેન્ડ ના કારણે અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે. ઘણા કિસ્સા સામે આવ્યા કે સ્થાનિક પોલીસની મિલીભગતથી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોય તો તેની પર લગામ કસવાની જવાબદારી અન્ય એક મહત્વની એજન્સીની હોય છે. પરંતુ એજ એજન્સી મનમાની રીતે વર્તે અથવા તો તેમાં પણ રાજકારણ લાવે તો ? આવી જ સ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાઈ છે.

પોલીસ બેડામાં એ વાત ચર્ચાના ચગડોળે ચડી છે કે એક બ્રાન્ચના એ અધિકારી કે જે “ચા” ના રસિયા છે અને કોઈકના આશીર્વાદથી “વડા” બની ગયા હોય છે તેઓ એ રીતે વર્તી રહ્યા છે કે કેટલીક કામગીરી ગુનાખોરી રોકવા કરતા પોતાની ખુન્નસ કાઢવા માટે કરી રહ્યા હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. થોડા સમય અગાઉ શહેરના એવા વિસ્તારમાં સતત રેડ કરી ખોટી રીતે સ્થાનિક પોલીસને હેરાનગતિ કરાવડાવીને હેરાન પરેશાન કરાવી દીધા હતા.
શહેરના એવા વિસ્તારમાં સતત રેડ કરી ખોટી રીતે સ્થાનિક પોલીસને હેરાનગતિ કરાવડાવીને હેરાન પરેશાન કરાવી દીધા
એક કિસ્સો તો એવો પણ ચર્ચાઈ રહી છે કે કેટલાક પોલીસ કર્મીના આશીર્વાદથી જ દારુ મુકવામાં આવ્યો અને બાદમાં એજ એજન્સીએ દરોડા પાડી સ્થાનિક પોલીસ કર્મીને બદનામ કરવામાં આવ્યા હતા. એવી ચર્ચા છે કે આ અધિકારી ફિલ્ડ વર્કના નામે સ્થાનિક પીઆઇ ને મળી વ્યવહાર નક્કી કરતા હોય છે અને જો માંગ ન સ્વીકારાય તો કરે છે ભેદી ક્વોલિટી કેસો અને તે સ્થાનિક અધિકારીઓને બાદમાં હાંસિયામાં ધકેલી દેવાય છે.