ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિસી સ્ટડીએ ધનાઢ્ય લોકોનું લીસ્ટ બહાર પાડ્યુ છે જેમણે કોરોનાના કાળમાં તેમની સંપત્તિમાં અનેકગણો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે તે પાંચ નામ કયા છે, જેમની સંપત્તિ આ સમય દરમિયાન સૌથી વધુ વધી છે.

કોરોના કાળમાં સૌથી વધારે કમાણી કરનારા ટોપ પાંચ અમેરિકન ઉદ્યોગપતિઓમાં પાંચમાં સ્થાને બિલગેટ્સ છે. માઇક્રોસોફ્ટ કંપનીના માલિક બિલ ગેટ્સની સંપત્તિ 18 માર્ચથી 24 નવેમ્બરની વચ્ચે 98 અબજ ડોલરથી વધીને 119.4 અબજ ડોલર થઈ છે.

આ યાદીમાં ચોથા સ્થાને બર્કશાયર હેથવેના માલિક વોરેન બફેટ છે. 18 માર્ચથી 24 નવેમ્બર, 2020 દરમિયાન, તેમની સંપત્તિ 67.5 અબજ ડોલરથી વધીને 88.3 અબજ ડોલર થઈ ગઈ છે.

ત્રીજા સ્થાને એમેઝોનના માલિક જેફ બેઝોસનું નામ આવે છે. 18 માર્ચથી 24 નવેમ્બર, 2020ની વચ્ચે, તેમની સંપત્તિ 113 અબજ ડોલરથી વધીને 182.4 અબજ ડોલર થઈ ગઈ છે. આ વધારો 61.40% કરતા વધારે રહ્યો છે.

કોરોનાકાળમાં સૌથી વધારે કમાણી કરતાં બીજા સૌથી અમીર ઉદ્યોગપતિ ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ છે. 18 માર્ચથી 24 નવેમ્બરની વચ્ચે, તેમની કુલ સંપત્તિમાં 86% નો ઉછાળો આવ્યો છે. જે 54.7 અબજ ડોલરથી વધીને 101.7 અબજ ડોલર થઈ છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિસી સ્ટડીના અહેવાલ મુજબ, 18 માર્ચથી 24 નવેમ્બરની વચ્ચે કોરોના સમયગાળા દરમિયાન જેની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે તે એલોન મસ્ક છે. આ સમયગાળા દરમિયાન ટેસ્લા કંપનીના માલિક એલનની કુલ સંપત્તિ 24 અબજ ડોલરથી વધીને 126.2 અબજ ડોલર થઈ છે. આ વધારો 413% કરતા વધારે રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here