ગુજરાતમાં ભાજપના સાંસદે રાજીનામું ધરી દેતા ભાજપમાં ભૂકંપ આવ્યો છે. ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર લખ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મનસુખ વસાવાનું રાજીનામું ભાજપ માટે મોટો ઝટકો સાબિત થયો છે. સાંસદ મનસુખ વસાવાના પક્ષમાંથી અચાનક રાજીનામાને પગલે હાલ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. સીઆર પાટીલે પણ સ્વિકાર્યું છે કે મનસુખ વસાવાની નારાજગી છે. હાલ શું નારાજગી છે તે બહાર આવી નથી. પરંતુ તેઓ જાહેરમાં સ્વિકાર્યું છે કે મનસુખ વસાવા નારાજ છે.

ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો

હાલ ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. હાલમાં સીઆર પાટીલ અને મનસુખ વસાવા વચ્ચે બંધ બારણે કમલમમાં મીટિંગનો દોર ચાલી રહ્યો છે. મનસુખ વસાવાએ પોતાના વિસ્તારના કામોને લઈને બળાપો ઠાલવ્યો છે. ભાજપના સીનિયર નેતા એવા મનસુખ વસાવાએ ઘણી વખત પોતાના નિવેદનો કર્યા છે. હાલ આદિવાસી વિસ્તારના લોકોના કામ ન થતાં હોવાનો તેમનો બળાપો ઠાલવ્યો છે.

તેમના મતવિસ્તારમાં થતા કાર્યોમાં કરાયા હતા સાઈડલાઈન?

મનસુખ વસાવાએ અચાકન બીજેપી સભ્યપદેથી રાજીનામાં કારણ ધર્યું છે કે પોતાની ભૂલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે, તો મનસુખ વસાવા એવી તે કઈ મોટી ભૂલ કરવા જઈ રહ્યા છે જેનાથી ભાજપાને નુકસાન થઈ શકે છે. ? તેઓ એવું તે શું વર્તન કરવા માગે છે જેનાથી પક્ષને શરમમાં મુકાવું પડે? આદિવાસી વિસ્તારોના કામ ન થતાં હોવાનો, તેમજ તેમના વિસ્તારના લોકોને દારુની પોટલીઓ પકડાવીને મત અંકે કરવાની રાજનીતિનો પણ તેઓએ વિરોધ કર્યો હતો. હાલમાં જ્યાં સુધી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તેમનો એવો તે શું મનસુબો છે. મનસુખભાઈ વસાવાના એવા તે શું કામો છે જે સરકારમાં થતા નથી. શું તેઓને સાઈડલાઈન કરાયા હોવાનો અસંતોષ છે.? તેમના વિસ્તારમાં લેવાતા નિર્ણયો બાબતે તેઓ તદ્દન અજાણ હોવાને કારણે રાજીનામું ધર્યું છે… આ બધા સવાલો પેદા થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here