રાજકોટના પારેવડી ચોક ખાતે આજથી વાલીઓએ સહી ઝુંબેશ શરૂ કરી

  • આગામી પાંચ દિવસ સુધી વાલીઓ દ્વારા સહી ઝુંબેશ ચલાવવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા સ્કૂલોમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં આ નિર્ણયનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં કોંગ્રેસ, NSUI અને હવે વાલીઓ મેદાને આવ્યા છે. આજથી વાલીઓ દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આગામી પાંચ દિવસ સુધી વાલીઓ દ્વારા સહી ઝુંબેશ ચલાવવામાં આવશે. 25 હજાર વાલીઓની સહી સાથે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવશે.

25 ટકા ફી માફી સરકારનો એક માત્ર લોલીપોપઃ વાલીઓનો આક્ષેપ
રાજકોટના પારેવડી ચોક ખાતે વાલીઓ દ્વારા સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ સમર્થન આપ્યું છે. 25 ટકા ફી માફી એ સરકારનો એક માત્ર લોલીપોપ છે તેવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં શરૂ થયેલી સહી ઝુંબેશમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા છે અને સહી કરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

રાજકોટમાં ચાર દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા ફીને લઈને વિરોધ કરાયો હતો
25 ટકા ફી માફીના સરકારના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ચાર દિવસ પહેલા બેડી માર્કેટ યાર્ડમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ધરણા પર બેસી ગયા હતા અને ‘ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી’ના સુત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમ કોંગ્રેસના હાર્દિક પટેલની આગેવાનીમાં યોજાઈ રહ્યો હતો. પરંતુ હાર્દિક પટેલ આવે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સહિત 50ની અટકાયત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here