સસ્તુ ઘર ખરીદવા ઇચ્છુક લોકો પાસે આ સમયે એક શાનદાર મોકો છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI (સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા) સસ્તામાં પ્રોપર્ટીની હરાજી કરવા જઇ રહી છે. આ હરાજી આવતી કાલથી એટલે કે 30 ડિસેમ્બરથી શરૂ થશે. જો તમારો પણ સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન હોય તો તમે તમારા તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને રાખી લો, જેથી તમને પછીથી મુશ્કેલી ન થાય. જણાવી દઇએ કે તેમાં રીસિડેંશિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ બંને પ્રકારની પ્રોપર્ટી સામેલ છે. તો તમે આ સમયે ઓછા પૈસામાં પોતાનુ ઘર ખરીદવાનું સપનુ પૂરુ કરી શકો છો. જણાવી દઇએ કે આ તે પ્રોપર્ટી છે જે ડિફોલ્ટની લિસ્ટમાં આવી ચુકી છે.

sbi

ડિફોલ્ટ પ્રોપર્ટીની થાય છે હરાજી

જણાવી દઇએ કે જે પણ પ્રોપર્ટીના માલિકે પોતાની લોન ન ચુકવી હોય અથવા કોઇ કારણોસર ન ચુકવી શક્યા હોય તે તમામ લોકોની પ્રોપર્ટી બેન્કો દ્વારા પોતાના કબજામાં લઇ લેવામાં આવે છે. SBI સમયે-સમયે આ પ્રકારની પ્રોપર્ટીની હરાજી કરે છે. આ હરાજીમાં બેન્ક પ્રોપર્ટી વેચીને પોતાની બાકી રકમ વસૂલે છે.

SBIએ કર્યુ ટ્વીટ

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. બેન્કે ટ્વીટમાં લખ્યુ કે શું તમે પણ રોકાણ કરવા માટે પ્રોપર્ટી સર્ચ કરી રહ્યાં છો? જો એવુ હોય તો તમે SBI ઇ-ઓક્શનમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. વધુ જાણકારી માટે આ લિંક https://bit.ly/2HeLyn0 પર ક્લિક કરો.

હરાજીમાં હિસ્સો લેવા જઇ રહ્યાં છો તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન

>> SBIએ આ ઇ-ઓક્શનના માધ્યમથી બાકીની વસૂલી માટે લોન ડિફોલ્ટરોની જપ્ત સંપત્તિ રાખી છે અને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ- ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગેરે સાથે પ્રમુખ અખબારોમાં જાહેરાત આપી છે.  

>> બોલી મુલ્ય વાસ્તવિક બજાર કિંમત કરતા ઓછુ હશે. મેગા ઇ-ઓક્શન દરમિયાન, વ્યક્તિઓ પાસે આવાસીય, વાણિજ્યિક અને ઔદ્યોગિક સંપત્તિઓની બોલી લગાવવાનો અવસર હશે.

>> આ ઉપરાંત પ્રોપર્ટી માટે EMD જોઇશે.

>> KYC સાથે રિલેટેડ તમામ ડોક્યુમેન્ટ્સને શાખામાં જમા કરાવવાના રહેશે.

>> વેલિડ ડિજિટલ સિગ્નેચર પ્રાપ્ત કરવા માટે ઇ-ઓક્શનર અથવા કોઇ અન્ય અધિકૃત એજન્સીનો સંપર્ક સાધી શકે છે.

>> જ્યારે બોલી લગાવનાર ઇએમડી જમા અને કેવાયસી ડોક્યુમેન્ટ્સને સંબંધિત શાખામાં જમા કરાવી દેશે. તે બાદ રજીસ્ટર્ડ લોગિન આઇડી અને પાસવર્ડ ઇ-ઓક્શનર દ્વારા ઇમેલ આઇડી દ્વારા મોકલી દેવામાં આવશે.

>> હરાજીના નિયમો અનુસાર બોલી લગાવનારાઓએ હરાજીની તારીખ દરમિયાન લોગિન અને બોલી લગાવવાની જરૂર હોય છે.

sbi

આગામી આ દિવસોમાં થશે હરાજી

આગામી 7 દિવસોમાં- 758 (રેસિડેંશિયલ) 251 (કોમર્શિયલ) 98 (ઇન્ડસ્ટ્રીયલ)

આગામી 30 દિવસોમાં- 3032 (રેસિડેંશિયલ) 844 (કોમર્શિયલ) 410 (ઇન્ડસ્ટ્રિયલ)

SBI ઓક્શન વિશે વધુ જાણકારી માટે તમે આ લિંક પર વિઝિટ કરી શકો છો.

>> bankeauctions.com/Sbi;

>> sbi.auctiontiger.net/EPROC/;

>> ibapi.in; and

>> mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here