પાકિસ્તાન વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં બેટિંગ દરમિયાન બોલ લાગવાથી ન્યૂઝીલેન્ડના બોલર નીલ વેગનરના પગમાં ફ્રેક્ચર થયું હતું. તેમ છતાં તે બોલિંગ કરવા ઉતર્યો અને ટીમને મોટી સફળતા અપાવતા પાકિસ્તાનની મહત્વની 2 વિકેટ ઝડપી મહેમાન ટીમની મુશ્કેલી વધારી દીધી હતી.

પગમાં ફ્રેક્ચર છતાં બોલિંગ કરવા ઉતર્યો વેગનર
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માઉન્ટ માઉંગાનુઇમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન યજમાન ટીમના ફાસ્ટ બોલર નીલ વેગનર ઈજાગ્રસ્ત થયો હતો. રવિવારે 27 ડિસેમ્બરે મેચના બીજા દિવસે ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન વેગનર બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની બોલર શાહાની શાહ અફરીદીના એક યોર્કર તેના જમણા પગના પંજામાં લાગ્યો, જેના કારણે ફ્રેક્ચર થઈ ગયું હતું. જેના કારણે વેગનર પાકિસ્તાની ઈનિંગની શરૂઆતમાં મેદાન પર ઉતરી શક્યો ન હતો. જો કે દિવસના અંતમાં થોડા દિવસ માટે તે મેદાનમાં આવ્યો અને 3 ઓવર પણ નાંખી. જે બાદ તેના પગનું સ્કેન કરાવવામાં આવ્યું જેમાં ફ્રેક્ચર થયું હોવાની વાત સામે આવ્યું. જો કે ઈજા વધુ ગંભીર ન હોવાને કારણે ડોકટર્સે વેગનરને રમવાની મંજૂરી આપી હતી. મેચના ત્રીજા દિવસે સોમવારે વેગનરે લંચ પછી સેશનમાં ફ્રેક્ચર છતાં વધુ 18 ઓવર કરાવવામાં આવી. આ સમયે વેગનરનો ઉત્સાહ અને દિલેરીનું ઉદાહરણ રજૂ કરતા પગના પંજામાં ફ્રેક્ચર હોવા છતાં પાકિસ્તાનની 2 વિકેટ પણ લીધી હતી.

પહેલી ટેસ્ટમાં પાકિસ્તાન મુશ્કેલીમાં
વેગનર છેલ્લાં કેટલાંક વર્ષોથી ન્યૂઝીલેન્ડના બોલર્સ એટેકનો મહત્વનો હિસ્સો બની ગયો છે. હાલમાં જ વેગનરે ન્યૂઝીલેન્ડ માટે પોતાની 50મી ટેસ્ટ મેચ રમી હતી. આ 50 મેચમાં વેગનરના નામે 215 વિકેટ છે અને તે ન્યૂઝીલેન્ડના સૌથી સફ્ટ બોલર્સમાંથી એક ગણાય છે.

પહેલી ઈનિંગમાં 431 રન બનાવનારી ન્યૂઝીલેન્ડ ટીમે મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનને 239 રનમાં સમેટી દીધું. ફહીમ અશરફ અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન વચ્ચે 107 રનની ભાગીદારીને પગલે પાકિસ્તાન ફોલોઓન ટાળવમાં સફળ રહ્યું હતું.

અનિલ કુંબલે પણ ઈજાગ્રસ્ત હોવા છતાં કરી હતી બોલિંગ
વર્ષ 2002માં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ અનિલ કુંબલેને જડબામાં ઈજા થઈ હતી તેમ છતાં તે બોલિંગ કરવા ઉતર્યો હતો. મોઢા પર બેન્ડેજ બાંધીને કુંબલેએ સતત 14 ઓવર નાખીને વેસ્ટઈન્ડિઝના ટોપ બેટ્સમેન બ્રાયન લારાની વિકેટ લીધી હતી. ક્રિકેટ ઈતિહાસમાં આ ખેલાડીને હિંમત દેખાડવા બદલ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. અન્ય કેટલાંક ખેલાડીઓ પણ ઈજા થઈ હોવા છતાં પોતાની ટીમ માટે મેદાનમાં ઉતર્યા હોવાના અનેક ઉદાહરણો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here