કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે દેશમાં વધી રહેલી બેરોજગારી અને એક મહિનાથી વધુ સમયથી ચાલતા ખેડૂત આંદોલનને લઈને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ ખેડૂત, મજૂર, ગરીબ અને સામાન્ય માણસની નહીં પરંતુ મૂડીવાદી મિત્રોની ચિંતા કરે છે.

રાહુલે ટ્વીટ કર્યું, ‘યુવાઓ ઉપર બેરોજગારીનો માર, જનતા ઉપર મોંઘનવારીનો અત્યાચાર, ખેડૂતો પર ‘મિત્રો’વાળા કાયદાનો વાર, આ છે મોદી સરકાર’ આ સાથે, તેમણે એક ન્યૂઝ રિપોર્ટ પોસ્ટ કર્યો હતો જેમાં લખ્યુ હતુકે, નવેમ્બરમાં 35 લાખ લોકો પાસેથી નોકરીથી છૂટી ગઈ હતી. દેશમાં રોજગાર ઘટ્યો અને બેરોજગારી વધી.

જણાવી દઇએ કે, કૃષિ કાયદાને લઈને ખેડુતોનું આંદોલન મંગળવારે 34 મા દિવસે પણ ચાલુ છે. ખેડૂતોના મામલાઓનું સમાધાન શોધવા અને આંદોલનને સમાપ્ત કરવા માટે સરકારની સાથે ખેડૂત નેતાઓની વાર્તા હવે 30 સપ્ટેમ્બરે થશે. સરકાર દ્વારા નક્કી તારીખ અને સમય મુજબ વાર્તા માટે આંદોલનની આગેવાની કરી રહેલાં ખેડૂત સંગઠનો પણ તૈયાર છે. ખેડૂત નેતાઓની તરફથી પહેલાં આ વાર્તા મંગળવારે પ્રસ્તાવિત હતી. પરંતુ સોમવારે સરકાર તરફથી ખેડૂત સંગઠનોને મોકલવામાં આવેલાં પત્રમાં તેમને વાર્તા માટે 30 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે વિજ્ઞાનભવનમાં આંમત્રણ આપવામાં આવ્યુ છે.

સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ આશરે 40 ખેડૂત સંગઠનોના નેતાઓની આગેવાની હેઠળ દેશની રાજધાની દિલ્હીની સરહદો પર ગત 26 નવેમ્બરથી ખેડુતો બેઠા છે. આંદોલનકારી ખેડુતો કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) અધિનિયમ 2020, ખેડુતો (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ કરાર અધિનિયમ 2020 અને કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલી આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) અધિનિયમ 2020 રદ કરવાની માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here