પશ્ચિમ બંગાળમાં બીરભૂમમાં મંગળવારે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પદયાત્રા યોજી હતી અને બાદમાં રેલીને સંબોધી હતી. મમતાએ અહીં ભાજપને પડકાર આપ્યો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર મોટો હુમલો કર્યો છે. પહેલા તેઓ બંગાળમાં 30 બેઠકો જીતીને બતાવે અને બાદમાં 294નું સપનું જુએ. મને વિશ્વ ભારતી વિરૂદ્ધ કરવામાં આવી રહેલી અપમાનજનક ટિપ્પણી પસંદ નથી.

  • મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાજપ પર મોટા પ્રહાર
  • વિશ્વ ભારતીને કેન્દ્રમાં લઇને રાજનીતિ થઇ રહી છેઃ મમતા
  • તેમને શું ખબર રવિન્દ્રનાથ કઇ માટીનાઃ મમતા

બીરભૂમ જિલ્લા સ્થિત બોલપુરમાં એક રેલી દરમિયાન મમતાએ કહ્યું કે, બંગાળની સંસ્કૃતિને નષ્ટ કરવા માટે ષડયંત્ર રચવા જઇ રહ્યા છે. હિંસા અને વિભાજનકારી રાજનીતિ બંધ થવી જોઇએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિચારે છે કે રૂપિયા આપીને ધારાસભ્યો ખરીદી લઇશું અને ટીએમસી ખતમ થઇ જશે. ટીએમસી કેવી રીતે બની છે જોઇ લો.

મમતાએ કહ્યું કે, વિશ્વ ભારતમાં રાજીવ ગાંધી મને લઇને આવ્યા હતા. રાજીવ ગાંધી યંગ હતા અને વિદ્યાર્થીઓને પ્રેમ કરતા હતા. વિશ્વ ભારત તે સમયથી સભ્ય હતી. વિશ્વ ભારતીને કેન્દ્રમાં લઇને રાજનીતિ થઇ રહી છે. આજે મને સારૂ નથી લાગતું.

તેમને શું ખબર રવિન્દ્રનાથ કઇ માટીનાઃ મમતા

બેનર્જીએ કહ્યું કે, રવિંન્દ્રનાથ ટાગોરે જે દિવસે રચના કરી હતી ‘આમાર સોનાર બંગલા’ તે દિવસે બધુ થઇ ગયું હતું. હવે અમારે કોઇને ન જોઇએ. બંગલા મતલબ સોનાર બાંગ્લા. દિલ્હીના લોકોને શું ખબર તેમને રવિંન્દ્રનાથ કઇ માટીના છે.

તેમણે કહ્યું કે, હવે એવી રાજનીતિ થઇ રહી છે કે આપણે આપણો ધર્મ ભૂલી રહ્યા છીએ. વિવેકાનંદને માળા પહેરાવવાથી નથી થતી. રામકૃષ્ણને જાણવા પડશે, દક્ષિણેશ્વરને જાણવા પડશે. આજે ચૂંટણી છે તો અહીં આવી રહ્યા છે. આજ પહેલા ક્યાં હતા. અમે 365 દિવસ નેતાજી કરીએ છીએ. 365 દિવસ રવિન્દ્રનાથ કરીએ છીએ. આ માટી અમારી સરસ્વતી છે. અહીં ગંગા યમુના છે. અહીં સોનાર માટી છે. આ માટી પર હેટ પોલિટિક્સ થઇ રહી છે. સામાન્ય માણસ દંગા કરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here