યુપીની ચૂંટણી હજી 2022માં યોજાનારી છે અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પોતાના પહેલાં ઉમેદવારની જાહેરાત પણ કરી દેવાઈ છે.

આમ તો ઓવૈસી દ્વારા યુપીના નાના પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કરવા માટે હિલચાલ ચાલી રહી છે પણ  આ જોડાણની જાહેરાત થાય તે પહેલાં જ પાર્ટીએ પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. યુપીના બલરામપુર જિલ્લામાંથી ડોક્ટરને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે.

આ પહેલા ઓવૈસી સુહેલદેવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરને મળી ચુક્યા છે. આ મુલાકાત યુપીની આગામી ચૂંટણીમાં ગઠબંધન માટે હોવાની અટકળો થઈ રહી હતી.

જોકે ચૂંટણીના એક વર્ષ કરતા વધારે સમય પહેલાં જ ઉમેદવારનું નામ જાહેર કરીને અસદુદ્દીન ઓવૈસીએ યુપીમાં પોતાની પાર્ટી પોતાની તમામ તાકાત કામે લગાડીને ચૂંટણી લડશે તેવો આડકતરો સંદેશ આપી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here