જો તમે કોઈ નવો રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો પછી વોલેન્ટરી પ્રોવિડેંટ ફંડ (VPF) એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ સ્કીમમાં (PPF) કરતા વધારે વ્યાજ મળી રહ્યું છે. તો તેમાં, રોકાણ કરવામાં આવેલાં તમારા નાણાં પીપીએફ (PPF) કરતા 1.6 વર્ષ પહેલાં બમણા થઈ ગયા હતા. VPFમાં રોકાણ કરવા માટે તમારે અલગ ખાતું ખોલવાની જરૂર નથી. આ સિવાય કલમ 80 સી હેઠળ તેના પર મળતું વ્યાજ પણ કરમુક્ત છે. ચાલો જાણીએ આ યોજનાના ફાયદા અને રોકાણ કરવાની રીત વિશે.

VPF સુવિધા ફક્ત રોજગાર શોધનારા માટે છે. વોલેન્ટરી પ્રોવિડેંટ ફંડ EPFOની એક યોજના છે. આ યોજના હેઠળ, કર્મચારી તેના પગારનો કોઈપણ હિસ્સો આ ભંડોળમાં પોતાની ઇચ્છાથી જમા કરાવી શકે છે. આ જમા સરકાર દ્વારા ફરજિયાત 12 ટકા પીએફની મહત્તમ મર્યાદા કરતા વધારે હોવી જોઈએ. VPFમાં જો કર્મચારી ઈચ્છે તો તેના બેસિક પગારનો 100% ફાળો આપી શકે છે.

VPF ના ફાયદા

  • VPF ખાતામાં પણ EPF જેટલું જ વ્યાજ મળે છે.
  • જો તમે નોકરી બદલો છો તો VPF ફંડ્સ પણ EPFની જેમ ટ્રાન્સફર કરી શકાય છે.
  • VPFને આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ કર કપાતનો લાભ મળે છે.
  • EPFની જેમ, VPF ખાતામાં થયેલું રોકાણ પણ EEE કેટેગરીમાં આવે છે, એટલે કે તેમાં રોકાણ, તેના પરનું વ્યાજ અને પાકતી મુદત પૂર્ણ થવા પર મળેલ નાણાં સંપૂર્ણ રીતે કરમુક્ત છે.
  • પૈસા ઉપાડવા માટે દાવો ઓનલાઇન કરી શકાય છે.
  • VPF ખાતામાંથી આંશિક ફંડ ઉપાડ માટે, ખાતાધારકે પાંચ વર્ષ કામ કરવું જરૂરી છે, નહીં તો ટેક્સ કાપવામાં આવે છે.
  • VPFની સંપૂર્ણ રકમ ફક્ત નિવૃત્તિ પર જ ઉપાડી શકાય છે.

PPFમાં વધુ વ્યાજ મળશે

આમા હાલમાં PPF કરતાં વધુ વ્યાજ મળી થઈ રહ્યું છે. હાલમાં PPFને 7.1% અને VPFને 8.50% વ્યાજ મળી રહ્યું છે. તમે તેમાં તમારા રોકાણમાં વધારો અથવા ઘટાડો કરી શકો છો અને તમે તેને કોઈપણ સમયે બંધ કરી શકો છો.

તમે કેટલું રોકાણ કરી શકો છો

PPFમાં તમે એક વર્ષમાં વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા સુધી રોકાણ કરવાની મર્યાદા. તો, VPFમાં રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. તમે તેમાં કેટલું પણ રોકાણ કરી શકો છો.

પૈસા ક્યારે બમણાં થશે તે જણાવશે રૂલ 72

ફાઇનાન્સનો આ વિશેષ નિયમ છે રૂલ ઓફ 72. તે નક્કી કરે છે કે તમારું રોકાણ કેટલા દિવસમાં ડબલ થઈ જશે. તેને તમે આ રીતે સમજી શકો છો કે, જો તમે PPFમાં રોકાણ કર્યું હોય અને અહીં તમને વાર્ષિક 7.1% વ્યાજ મળે છે, તો તમે તેને આની જેમ સમજી શકો છો. – આ કિસ્સામાં, તમારે નિયમ 72 હેઠળ 72 માં 7.1 ને ભાગમાં આપવું પડશે.

  • 72 / 7.1 = 10.14 વર્ષ, એટલે કે PPFમાં તમારા પૈસા 10.14 વર્ષમાં બમણા થઈ જશે.
  • તો VPFમાં વ્યાજ દર 8.50 ટકા છે. તમારે 72માં 8.50થી ભાગ આપવો પડશે 72/8.50= 8.47 વર્ષ, એટલે કે, VPFમાં તમારા પૈસા 8.47 વર્ષમાં બમણા થઈ જશે. આનો અર્થ એ કે VPFમાં તમારા પૈસા PPF કરતાં 1.67 વર્ષ પહેલા બમણા થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here