મોરબીમાં બર્થ-ડે પાર્ટીમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના ધારાસભ્ય અને અધિક ક્લેકટરની હાજરીમાં ધજાગરા ઉડયા હતા. પોલીસ કર્મચારીની બર્થ-ડે પાર્ટીમાં જીગ્નેશ કવિરાજની હાજરીમાં રસ ગરબા યોજાયા હતા. મોઢા ઉપર માસ્ક વગર ગરબે ઘૂમતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

બે દિવસ પહેલા શનાળા રોડ ઉપર સ્કાય મોલમાં બર્થ-ડે પાર્ટી રાખવામા આવી હતી. મોરબી માળીયાના ધારાસભ્ય અને અધિક કલેક્ટર પણ બર્થ-ડે પાર્ટીમાં હાજર રહ્યા હતા. પોલીસ કર્મચારીની પાર્ટીમાં આવેલા અધિકારી અને પદાધિકારીઑ કોરોનાને ભૂલ્યા હતા. જો કે એસપી બર્થ-ડે પાર્ટીમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ કે માસ્ક ભૂલનારા સામે કાર્યવાહી કરશે કે કેમ તેને લઇને સવાલ ઉઠ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here