ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા દરમિયાન ડ્યૂટી પર તૈનાત રહેલા ત્રણ આઈપીએસ અધિકારીઓમાંથી એકને પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી સરકારે પ્રમોશનની ગીફ્ટ આપી છે. આ વાતને લઈને ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જી પર પસ્તાળ વરસાવી રહ્યા છે. ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યુ હતું કે, જે અધિકારી પર નડ્ડા પર હુમલા થવાને લઈને કાર્યવાહી થવી જોઈએ, તેને પ્રમોશન મળી રહ્યા છે. આ ઉકસાવનારુ પગલુ છે. આ એક પ્રકારનો સંકેત છે કે, ભાજપ નેતાઓ પર હુમલો કરનારાઓને ઈનામ મળે છે.

હકીકતમાં જોઈએ તો, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા દરમિયાન ડ્યૂટી પર તૈનાત રહેલા ત્રણ આઈપીએસ અધિકારીઓ માટે કેન્દ્ર તરફથી આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. તેના એક પખવાડીયા પછી પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે એકને પદથી હટાવી દીધા હતા, જ્યારે બાકીના ત્રણનમાંથી એકને પ્રમોશન આપ્યુ છે.

રાજીવ મિશ્રાને આપ્યુ પ્રમોશન


ડાયમંડ હાર્બર જિલ્લા પોલીસ અધિક્ષક ભોલાનાથ પાંડેયને એસપી હોમગાર્ડથી ઓછુ મહત્વ ધરાવતા પદ પર ટ્રાંસફર કર્યા હતા. તો વળી રાજ્યા પોલીસ મહાનિરીક્ષક રાજીવ મિશ્રાને આ ઝોનમા અપર પોલીસ મહાનિર્દેશકના પદ પર પ્રમોશન કરી દેવામાં આવ્યુ છે. તો વળી અન્ય એક આઈપીએસ અધિકારી ડીઆઈજી પ્રવીણ કુમાર ત્રિપાઠીને હવે ત્યાં ટ્રાંસફર કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here