અમદાવાદમાં છેલ્લા સાત દિવસથી ચાલતી સફાઈ કર્મીઓની હડતાળ આજે સમેટાઈ છે. સફાઇ કામદારોના પ્રશ્નો ઉકેલવા કોર્પોરેશન એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં સફાઈકર્મીઓની રજૂ થયેલી માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જો કોન્ટ્રાપ્રથા બંધ થાય તેમ નથી એવુ કહીને તે મુદ્દો નામંજૂર કર્યો છે.

આ સિવાયના ચાર મુદ્દાએ સ્વીકરવામાં આવ્યા છે અને મ્યુનિસિપલ કમિશનરે લેખિત બાંયેધરી આપતા હડતાળ સમેટાઈ છે. આજ રાતથી જ સફાઈકર્મીઓ પોતાનું કામ શરૂ કરશે. ઉલ્લેખનિય છે કે, હડતાલમાં સામેલ સફાઈકર્મીઓએ સવારે બોડકદેવ પર દેખાવો કર્યા હતા. જે બાદ સાંજે દાણાપીઠ ખાતે કોર્પોરેશનની મુખ્ય કચેરીનો ઘેરાવ કર્યો હતો. ગઈકાલે રિવરફ્રન્ટ હાઉસમાં મ્યુનિસિપલ કમિશનર સાથે સફાઈ કામદારોના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. અમદાવાદમાં છેલ્લા ૬ દિવસથી સફાઈ કર્મચારીઓ પોતાની માંગને લઈને અડગ હતા. વારસાઈ હક તેમજ ડીવાયએમસી સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે સફાઇ કામદારોએ વસ્ત્રાપુર પોલીસ મથકથી હડતાલની શરૂઆત કરી હતી. જે આજે બોડકદેવ કચેરી સુધી પહોંચી હતી. અહીં દરરોજ મોટી સંખ્યામા કર્મચારીઓ એકઠા થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here